આજે ફરી આ વિસ્તારમાં પડ્યો વરસાદ, આટલા દિવસની આપી આગાહી

| Updated: June 8, 2022 6:27 pm

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.મેધરાજા ધીમેધીમે દરેક જિલ્લાઓમાં પધરામણી કરી રહ્યા છે.

આજના દિવસે પણ અમરેલીમાં મેધરાજાએ બેટિંગ કરી છે,સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.કાલના વરસાદ બાદ વાતાવરણાં ગરમી જોવા મળી રહી હતી અને આ ઉકળાટ બાદ ફરી વરસાનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી છે.આજે બપોર બાદ ફરી મેધરાજાનું આગમન થયું છે.સાવરકુંડલાના અનેક ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો છે.આ સાથે પાંચ દિવસની આગાહી આપવામાં આવી છે.અમરેલી સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

કાલે અમરેલીના આ વિસ્તારમાં વરસાદ પડ્યો

મંગળવારે કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસ્યો હતો. વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

વિજળીએ આ વિસ્તારોમાં લીધા લોકોના મોત

પાટણમાં વિજળી પડતા એક મહિલાનું મોત થયું છે.લીંબડી તાલૂકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હોવાની વાત સામે આવી છે જેમાં 23 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને લીંબડીથી જાંબુ તરફ જઈ રહ્યો હતો અને તેના પર વિજળી પડી હતી અને યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ. આ સાથે સુરેન્દ્રનગરમાં પણ 2 લોકો વિજળીના કારણે મોતને ભેટયા હોવાની પણ વાત સામે આવી રહી છે.હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં ચાર લોકોના મોત વિજળીના કારણે થઇ ગયા.

આજે ક્યા ક્યા વરસાદની આગાહી કરવામાં આવી

આજથી 4 દિવસની આગાહી કરવામાં આવી છે.રાજયમાં વરસાદી વાતાવરણ રહેશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવામાં આવી છે.વીજળીના કડાકા-ભડાકાની અસર પણ જોવા મળી શકે છે.વલસાડ, નવસારીથી દમણમાં પણ વરસાદ પડી શકે છે.

Your email address will not be published.