ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજા વરસી શકે છે. આ સાથે દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજયના ઘણા વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળશે. સાપુતારામાં શનિ-રવિવારે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે અહીં દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.
મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલા ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ સાત્વિક વાનગીઓ પિરસવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓઠો વરસ્યો હોવાને કારણે માત્ર માત્ર 24.38 ટાક જ પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો આ તરફ 55 ડેમ હાઈએલર્ટ ઉપર છે જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો છે.
(પ્રતિકાત્મક તસવીર)