રાજ્યમાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે
આજથી ફરી વરસાદનું જોર વધશે તેવી જાણકારી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.ગુજરાતમાં આજે 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,
હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં વધારે વરસાદ પડ્યો હતો જેમાં વઢવાણમાં 5 ઈંચ નોંધાયો હતો.
હવે ભારે વરસાદ પડશે તો ખેડૂતોને ભારે નુકશાની થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.બીજી બાજુ ભારે વરસાદના કારણે અનેક નદીઓ પાણીથી છલકાઇ ગઇ છે જેના કારણે હવે ખેડૂતોને શિયાળું પાકમાં ફાયદો થશે