અમરેલીમાં હેત વસાવતા મેઘરાજા, વાવેતર પર કાચા સોનારૂપી વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી

| Updated: August 4, 2022 5:50 pm

અમરેલીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. વાવેતર પર વરસાદની તાતી જરુરિયાત હોય મેઘરાજાએ કાચા સોનારૂપી હેત વરસાવ્યું હતું. અમરેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા.

અમરેલીમાં મેઘરાજાની બીજા રાઉન્ડની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગતરોતથી વરસાદ વરસી રહ્યો છે. વડીયામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી બાજુ ઘણા જિલ્લાઓમાં આજ સવારથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની બીજા રાઉન્ડની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે.

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વડીયા વિસ્તારમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. આજે ફરી અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલે જોર પકડ્યુ છે. જ્યારે આજે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે પાણીથી તરબોળ જોવા મળ્યું હતુ. કુંકાવાવ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. ઉપરાંત ધારી વિસ્તારમાં પણ સતત બીજા દિવસે વરસદનું આગમન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી શનિ અને રવિવારના દિવસે ભારે વરસાદ વરસી શકે છે જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ જાહેર કરાયું છે.

Your email address will not be published.