સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતો રાજીના રેડ

| Updated: July 5, 2022 11:19 am

ગુજરાતમાં વરસાદી (Rain)માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથે અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે, આ સાથે હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે.પરંતુ હજુ પણ અમદાવાદ કે ગાંધીનગરમાં વરસાદ નથી જેના કારણે ગરમીથી લોકો ત્રાહીમામ પોંકારી ઉઠયા છે.

ગઇ કાલથી આજ સુધી 155 તાલુકામાં વરસાદ(Rain)

પશ્ચિમ બંગાળમાં સર્જાયલા લૉ પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ(Rain) પડી રહ્યો છે.કાલની વાત કરવામાં આવે તો અમરેલી જામનગર, રાજકોટ, ગિર સોમનાથમાં વરસાદ જોવા મળ્યો હતો.ગોડલમાં અને જુનાગઢના વિસાવદરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

આ વિસ્તારોમાં પાંચ દિવસની હવામાન વિભાગની આગાહી

મંગળવારના એટલે કે આજના અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની (Rain)આગાહી કરવામાં આવી છે.5 જુલાઇના રાજકોટની સાથે જામનગર, અમરેલીમાં વરસાદ ભારેથી અતિભારે થઇ શકે છે.આની સાથે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથમા પણ ભારે વરસાદ પડી શકે છે.માછીમારો દરિયો ખેડવાની મનાઇ કરવામાં આવી છે.શક્યતા એ પણ છે કે પણ પવન પણ ફુંકાઇ શકે છે.વરસાદ (Rain)આવતાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્રારા વહેલા વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ તે પ્રમાણે વાવણી થઇ ન હતી.પરંતુ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે.

સોમવારે આ વિસ્તારોમાં વરસાદ (Rain)થયો
સોમવારે 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સાબરકાંઠાના વડાલી, મહેસાણાના સતલાસણમાં, મહિસાગરના વીરપુરમાં વરસાદ વધારે જોવા મળ્યો હતો.

Your email address will not be published.