લગ્ન પ્રસંગ રાખનાર પરિવારો પરેશાન, પહેલા કાળઝાળ ગરમી હવે વરસાદની આગાહીથી ચિંતામાં

| Updated: May 22, 2022 3:05 pm

રાજયમાં હવામાન વિભાગે આગામી 25 મે થી દક્ષિણ ગુજરાતમાં (Rainfall forecast in the state) વરસાદની આગાહી આપી છે. તો બીજી બાજુ હાલ લગ્નગાાળો ચાલી રહ્યો છે. વરસાદની આગાહીને લઈ લગ્ન પ્રસંગ રાખનાર પરિવારમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. આ પહેલા રાજયમાં કાળઝાળ ગરમીથી લોકો ભારે પરેશાન હતા.

રાજયમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી (Rainfall forecast in the state) કરી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. તો બીજી બાજુ અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ચોમાસાની આગાહીને લઈ હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આજે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા; ભારતના કેટલાક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે, ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.

ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટક આવા જ ત્રણ રાજ્યો છે, જ્યાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.

આ ઉપરાંત ભારતના ઘણા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 21 મેથી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 21-24 મેથી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન આગાહી વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 21-25 મે દરમિયાન હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.

Your email address will not be published.