Ahmedabad: ખોખરામાં આવેલા રમત-ગમત સંકુલના ભોંયરામાં ભરાયા વરસાદી પાણી; ખેલાડીઓને હાલાકી

| Updated: August 2, 2022 10:59 am

અમદાવાદના ખોખરામાં (Khokhra) આવેલા રમત-ગમત સંકુલમાં ફિઝિકલ ગ્રાઉન્ડના ભોંયરામાં વરસાદી પાણી ભરાયેલા છે. જેથી ખેલાડીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિવિધ રમતોની પ્રેક્ટિસ કરવામાં તકલીફ પડી રહી છે. ઘણા દિવસોથી પાણી ભરાયેલા પડ્યા હોવાથી અને તેના નિકાલની કામગીરી ધીમીગતિએ ચાલી રહી હોવાથી ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોખરામાં (Khokhra) આવેલા આ સંકુલમાં અન્ય રાજ્યોમાંથી પણ ખેલાડીઓ વિવિધ ખેલ અંગેની  તાલિમ લેવા આવે છે. તેમજ અહી રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાય છે 

સંકુલમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખેલાડીઓને તાલીમ લેવામાં તકલીફ પડે છે. રહેવાની પણ પુરતી વ્યવસ્થા નથી. સફાઇ કરવામાં આવે, રહેવા લાયક જગ્યા કરવામાં આવે તેમજ તાલીમ આપનારા કોચ પુરતી સંખ્યામાં મળી રહે તેવી ખેલાડીઓની માંગણી છે.

જુડો, કરાટે, કુસ્તી સહિતની ઇન્ડોર ગેમ રમવામાં હાલાકી પડી રહી છે. ભોંયરામાં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ છે. ખેલાડીઓના જણાવ્યા મુજબ આ સંકુલમાં આગામી સમયમાં નેશનલ ગેમ થવાની છે. જેમાં ભાગ લેવા માટે તેઓ તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો: શહેરના આનંદનગર રોડના શ્યામલ રો હાઉસના ભોંયરામાં વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોએ ઘરોમાં પાણી ન ઘૂસે તે માટે પાળી બનાવી

Your email address will not be published.