અમરેલીમાં આજે પાંચમાં દિવસે મેઘો મહેરબાન, રસ્તાઓ પર પાણી જ પાણી

| Updated: June 12, 2022 4:38 pm

અમરેલીના જાફરાબાદમાં આજે પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. વરસાદને પગલે ગામડાઓની ગલીઓમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીમાં આજે સતત પાંચમાં દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં છેલ્લા ગઈકાલ બાદ આજે પણ વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કોસ્ટલ એરિયામાં મેઘરાજાની એન્ટ્રી બાદ ધરતીપુત્રોએ આગામી દિવસોમાં સારો વરસાદ વરસવાની આશા સેવી રહ્યા છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદજિલ્લામાં આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ટોલનાકાની આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા થોડીવાર માટે વાહનચાલકોએ થોભી જવાની ફરજ પડી હતી.

જિલ્લામાં 5 દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યોઅમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી જતા નદી નાળાઓ છલકાયા હતા. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય ખેડૂતોએ વાવણીના પણ શ્રીગણેશ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં આજે વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથ સવારે ધોધમાર વરસાદ શરુ થયો હતો. રાત્રિ દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ ખાબક્તા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને પગલે અમરોલી વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વરસાદી માહોલ છવાશે. ત્યારે સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. રાત્રિ દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉધના-વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સવાર સુધી વીજ પુરવઠો રાબેતા મુજબ થયો ન હતો.

Your email address will not be published.