ધરપકડથી બચવા રાજ કુન્દ્રાએ પોલીસને 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી?

| Updated: July 22, 2021 3:46 pm

પોર્ન ફિલ્મ શૂટ કરવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલા રાજ કુન્દ્રાને લઈને એક આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. એક વોન્ટેડ આરોપીનું કહેવું છે કે રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચને કથિત રૂપે 25 લાખ રૂપિયાની લાંચ આપી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ પ્રમાણે પોર્ન ફિલ્મ કેસમાં અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુર પણ આરોપી છે. તેમણે ઇમેઈલ મારફતે માર્ચ મહિનામાં ACB ને ફરિયાદ કરી હતી. તે સમયે એસીબીએ અરજીને મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસમાં એપ્રિલમાં મોકલી હતી. જોકે આ અંગે શહેરના પોલીસ અધિકારી પણ અત્યારે કશું જ બોલી રહ્યા નથી. બુધવારે ક્રાઈમ બ્રાંછે રાજ કુન્દ્રાના અંધેરી સ્થિત ઓફિસમાં પણ દરોડા પાડ્યા હતાં.

અરવિંદ શ્રીવાસ્તવની ફ્લિઝ મૂવી નામની એક ફર્મ હતી. આ પહેલા ન્યુફ્લિકસ નામથી હતી. આ અમેરિકા સ્થિત ફર્મ છે. આ ફર્મ તરફથી માર્ચમાં અરજી દાખલ કરવામાં આવી હતી. માર્ચમાં પોલીસે આ અંગે ફર્મનો ઉલ્લેખ કર્યો હતો અને માલિક અરવિંદ શ્રીવાસ્તવના બે એકાઉન્ટ સીઝ કર્યા હતા. આ બંને એકાઉન્ટમાં ૪.૫ કરોડ રૂપિયા હતા. ઇમેઈલમાં ન્યૂફ્લિકસે દાવો કર્યો છે કે, પોલીસના એક ખબરી દ્વારા ફર્મ પાસેથી 25 લાખ રૂપિયાની લાંચની પણ માંગણી કરી હતી.

રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઈમ બ્રાંચના સુત્રો તરફથી જાણકારી મળી રહી છે કે, તેમને ઉમેશ કામત અને તેમના દ્વારા 70થી વધુ વિડીયો બનાવવામાં આવ્યા છે. તેમણે દરેક વિડીયો અલગ અલગ પ્રોડક્શન હાઉસ પાસે બનાવડાવ્યા છે.

હોટશોટ એપ પર અપલોડ કરવામાં આવેલા 20 મિનીટથી 30 મિનીટ સુધીના કુલ 90 વિડીયો ક્રાઈમ બ્રાંચને મળી આવ્યા છે.  રાજ કુન્દ્રાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ઉમેશે આ વિડીયો બ્રિટનની પ્રોડક્શન કંપની કેનરીનને મોકલ્યા હતા.

ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન રાજ કુન્દ્રા સતત દાવો કરી રહ્યા છે કે, તેઓ પોર્ન વિડીયો બનાવતા નથી પરંતુ તે બાકીના ઓટીટી પ્લેટફોર્મ પર આવતાં ઈરોટિક વિડીયોની જેમ વિડીયો બનાવતા હતા.

Your email address will not be published.