આઈપીએલ 2022: રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 15 રને વિજય મેળવ્યો

| Updated: April 23, 2022 5:03 pm

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) શુક્રવારે દિલ્હી કેપિટલ્સ સામેના મેચમાં 15 રનથી વિજય મેળવ્યો હતો.   છેલ્લા બે ઓવરમાં 36 રનની જરૂર હતી, ફાસ્ટ બોલર પ્રસિધ કૃષ્ણાએ મેડન ઓવેર નાખીને વિકેટ લીધી હતી . જેથી છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી. જો કે, રોવમેન પોવેલે પ્રથમ ત્રણ બોલમાં ત્રણ જોરદાર છગ્ગા ફટકાર્યા હતા પણ  ડીસીને છેલ્લા ત્રણ બોલમાં વધુ 18 રનની જરૂર હતી. જો કે, સુકાની ઋષભ પંતે પોવેલનો સામનો કર્યો હતો. ત્રીજા બોલની ઊંચાઈને લઈને બેટ્સમેનને પાછા બોલાવવા તેમણે વિવાદાસ્પદ કોલ કર્યો હતો. મેચની છેલ્લી ઓવરમાં નો-બોલનો મોટો વિવાદ થયો હતો. વિવાદ ટૂંક સમયમાં જ દૂર થઈ ગયો અને RR એ છેલ્લા ત્રણ બોલમાં જીત મેળવી હતી. 

જીત માટે 223 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે સારી શરૂઆત કરી હતી. શૉ અને પંતે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ડીસીની આશાઓને મોટો ફટકો પડ્યો કારણ કે સુકાની રિષભ પંત 44 રન બનાવીને આઉટ થયો હતો, જેથી રાજસ્થા રોયલ્સ 15 રનથી જીતી હયું હતું.

આ પણ વાંચો: IPL 2022: રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે નોંધાવી પોતાની અને સિઝનની પ્રથમ હેટ્રિક

અગાઉ, રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) બેટ્સમેન જોસ બટલરે આઈપીએલના આ સીઝનમાં  તેની ત્રીજી સદી ફટકારી હતી . બટલરે તેની વિસ્ફોટક ઇનિંગમાં 9 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા અને દેવદત્ત પડિકલ ના 54 રન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 155 રન ઉમેર્યા હતા. બટલરની વિકેટ 116  રને ગઈ હતી ત્યાર બાદ  સુકાની સંજુ સેમસને ઇનિંગ્સને મજબૂત કરી હતી. 

Your email address will not be published.