રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોમવારના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલ 2022ની પ્રથમ હેટ્રિક નોંધાવી હતી.
ચહલે 17મી ઓવરમાં સળંગ ત્રણ બોલમાં શ્રેયસ, શિવમ માવી અને પેટ કમિન્સની વિકેટ લીધી હતી અને મેચને પોતાની ટીમ તરફ વાળી દીધી હતી. તેણે તેની ચાર ઓવરમાં પાંચ વિકેટ લઈને 40 રન કર્યા હતા.
આઈપીએલની 21મી હેટ્રિક, ચહલની પ્રથમ આઇપીએલ હેટ્રિક હતી. જ્યારે અનુભવી સ્પિનર અમિત મિશ્રાએ ત્રણ વખત આઇપીએલમાં હેટ્રિક લીધી છે. હેટ્રિકનો વીડિયો અહીં જુઓ:
ગત દિવસે થયેલી મેચમાં પાંચ વિકેટ લીધાની સાથે જ, ચહલ હવે 17 વિકેટ સાથે પર્પલ કેપ ટેલીમાં ટોચના સ્થાને છે. બીજા સ્થાને 12 વિકેટ સાથે સનરાઇઝર હૈદરાબાદના ટી નટરાજન એંડ ત્રીજા સ્થાને 11 વિકેટ સાથે દિલ્લી કપિટલ્સના ચાઈનામેન કુલદીપ યાદવ છે.
ચહલે હવે તેની કીટીમાં 17 વિકેટ લઈને પર્પલ કેપ ટેલીમાં ટોચ પર તેની લીડ લંબાવી છે. તેના પછી SRH ના ટી નટરાજન (12 વિકેટ) અને DC ના કુલદીપ યાદવ (11 વિકેટ) આવે છે.
ગઇકાલની મેચની વાત કરીએ તો, 218 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે અંત સુધી લડત આપી, પરંતુ મેચ રાજસ્થાનની તરફેણમાં આવી હતી. ઉમેશ યાદવ અને શેલ્ડન જેક્સને કેકેઆરને જીતની આરે લઈ ગયા હતા પણ તેઓ તેમની ટીમને જીત અપાવી શક્યાં નહોતા. રાજસ્થાન રોયલ્સે આ મેચ 7 રનથી જીતી લીધી હતી.