શ્રમદેવતાની સેવામાં આરોગ્યદેવતા – રાજકોટ ઔદ્યોગિક ઝોનમાં માં 12 ધન્વંતરિ રથ કાર્યરત

| Updated: October 5, 2021 11:47 am

જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલિત આરોગ્ય સંબંધી સેવા પુરી પાડવા માટે એક અતિ પ્રશંસનીય પગલાં રૂપે ધન્વંતરિ આરોગ્ય રથના નામકરણ સાથે મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ મેડિકલ યુનિટ, શ્રમિક આરોગ્ય સંજીવનીની કુલ ૧૨ વાન ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજકોટમાં ઔદ્યોગિક ઝોન તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ વિસ્તારમાં આ ૧૦૮ ઇમરજન્સી સેવાની જેમ જ મેડિકલ ટીમ સાથે આ વાન ઉપસ્થિતહોય છે.

શ્રમિક આરોગ્ય સંજીવની રથ નક્કી કરેલ દિવસ મુજબ જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ/બાંધકામ ઝોનમાં ઉપસ્થિત રહી કારખાનામાં મજૂરી કરતા શ્રમિકોની આરોગ્યની તપાસણી કરી આપે છે.

મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ મેડિકલ યુનિટ ખાસ કરીને ગ્રામીણ, આદિવાસી વિસ્તારો કે જ્યાં આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાના ઉપલબ્ધ હોતા નથી તેવા વિસ્તારોમાં ફરજ બજાવે છે.તમામ વાનમાં ડોક્ટરની ટીમ, લેબોરેટરી કે જેમાં પ્રાથમિક રિપોર્ટ થઈ શકે તે પ્રમાણે સુવિધા ઉપલબ્ધ રહેલી હોઈ છે. જે એક નાના દવાખાનાની ગરજ સારે છે

આ અંગે વિગત આપતા પ્રોજેક્ટ કોર્ડીનેટરશ્રી જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ધન્વંતરિ આરોગ્ય રથ કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકો માટે કાર્યરત હોય છે . શ્રમિકોને તાવ, શરદી, પેટમાં દુખાવો, ગેસ- એસિડિટી, ઝાડા, ઊલટી, નબળાઇ, માથાના દુ:ખાવો વિગેરે જેવા નાના મોટા રોગમાં દવા પુરી પાડી તેમનો સમય બચાવી શકાય છે. આકસ્મિક ઇજા સમયે શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પુરી પાડી તેમનુ જીવન બચાવે છે.

રાજ્ય સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ ખાસ આરોગ્યલક્ષી સેવાનો અત્યાર સુધીમાં ૩.૫૦ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે.

Your email address will not be published. Required fields are marked *