રાજકોટનો યુવાન ઓસ્ટ્રેલિયાના શહેરનો કોર્પોરેટર બન્યો

| Updated: October 22, 2021 5:57 pm

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અરમાડેલ શહેરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મૂળ રાજકોટના અને છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કેયૂર કામદાર કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોઇ ગુજરાતી યુવાન કોર્પોરેટર બન્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. કેયૂર કામદારને 1339 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવારને 875 મત મળ્યા છે.

કેયૂર કામદાર પહેલી વખત ચૂંટણી લડ્યા હતા તેઓ અરમાડેલ શહેરના રેનફોર્ડ વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા. ડેવલપમેન્ટને લગતી સમસ્યાના નિરાકરણ માટે તેઓએ આ ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. વિસ્તારમાં લાયબ્રેરી લાવવી એમની પ્રાથમિકતા છે

ઓસ્ટ્રિલયામાં બેલેટ પેપરથી મતદાન થાય છે. બેલેટ પેપર મતદારોને ઘરે પહોંચી જાય છે અને તે પોસ્ટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ સમયમાં જો કોઇ પોતાના બેલેટ પેપર નથી પહોંચાડી શકતા તેઓ રૂબરૂ જઈને મતદાન કરી શકે છે. અહીં કોઇ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ વગર ચૂંટણી લડી શકે છે. જ્યાં ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરે છે.

Your email address will not be published.