રાજકોટ: સઘન ચેકિંગ સાથે ડ્રોનથી પોલીસ રાખશે રાજકોટના લોકો પર બાજ નજર,જાણો CPએ શું કહ્યું?

| Updated: January 8, 2022 12:08 pm

વધી રહેલા કેસો વચ્ચે સરકાર સાથે હવે પોલીસ પણ સખત કામગીરી કરી રહી છે.વધતા કેસોને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે કોરોનાની ત્રીજી લહેર આવી જ ગઇ છે.જેને લઇને રાજકોટમાં જો ભીડ થશે તો હવે લોકોની નજર ડ્રોનથી રાખવામાં આવશે તેવી જાણકારી CP દ્વારા આપવામાં આવી છે.

જરૂર હોય તે જ બહાર નિકળો ધરની તેવી અપીલ કરવામાં આવી રહી છે.અને તેની સાથે માસ્કનું પણ સખત કડકાઇથી ચેંકીગ કરવામાં આવશે તેવું જાણકારી CP દ્વારા આપવામાં આવી છે.તેની સાથે તેમણે જણાવ્યું હતું કે રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરવામાં આવશે.તેની સાથે 10 વાગ્યાથી કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે.

કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે નિયંત્રણો લાદ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ સજ્જ થઇ છે, શહેરની મુખ્ય બજારોમાં પોલીસ ડ્રોનથી વોચ કરશે અને ભીડ કરનારાઓ સામે કડકાઇથી કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શનિવાર રાતના 10 વાગ્યાથી કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે, હોટેલ રેસ્ટોરન્ટમાં 11 વાગ્યા સુધી ટેઇક અવેની છૂટ રહેશે.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં પોલીસ અને મનપાની ટીમ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી છે.અને તેની સાથે જો લોકોની ભીડ જોવા મળશે તો તેમની સાથે સખતાઇથી વલણ કરવામાં આવશે.અને ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને એસટી બસસ્ટેશન સહિતના વિસ્તારમાં ભારે ભીડ થતી હોય તેવું જોવા મળશે અને આ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે.

Your email address will not be published.