રાજકોટ ટ્રાફિક પોલીસે વાહનો પર લખાયેલ અનઅધિકૃત લખાણો દૂર કરવાની ઝુંબેશ કરી

| Updated: July 27, 2022 7:14 pm

રાજકોટ (Rajkot) ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો પર લખાયેલ અનઅધિકૃત લખાણો દૂર કરવાની ઝુંબેશ આજે ફરી ચલાવી હતી. ગુજરાત રાજ્યમાં ખાનગી વાહનો પર લખવામાં આવેલ અનઅધિકૃત લખાણો દૂર કરવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય ટ્રાફિકના જવાનો પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને અટકાવી તેમના વાહનો પરથી પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોક્ટર, ગવરમેન્ટ ઓફ ગુજરાત, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને જ્ઞાતિ આધારિત લખાણો દૂર કર્યા હતા.

આ ઝુંબેશ હેઠળ આજે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે પોલીસ કમિશનર કચેરી અંદર પાર્કિંગમાં પાર્ક કરાયેલ પોલીસના વાહનોમાંથી પણ પોલીસ કે કોઇપણ ધર્મ આધારી જ્ઞાતિ જાતિ ઓળખ દર્શાવતા લખાણ દૂર કર્યા હતા. ઉપરાંત મોટરકારમાં કાળા કાચ હટાવવા અને HSRP નંબર પ્લેટ વગરના વાહનચાલકોને દંડ ફટકારાઈ રહ્યો છે.

આ ઝુંબેશ હેઠળ 91 કેસ કરી રૂપિયા 38,600 દંડ વસલુ કરવામાં આવ્યો હતો તેમજ 5 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. 38 વાહનોમાથી લખાણો દુર કરવામાં આવેલ છે તથા 17 વાહનોને ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ જવામાં આવેલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વાહન, મોબાઈલ ચોરીની ફરિયાદ માટે e-FIRની પહેલ: હર્ષ સંઘવી

Your email address will not be published.