સ્વચ્છ છબી ધરાવતા રાજુ ભાર્ગવને રાજકોટના નવા કમિશનર તરીકે મુક્યા

| Updated: May 24, 2022 6:08 pm

રાજકોટના સુધારવા સરકારે નિરવિવાદીત અને ખુબ અનુભવી અધિકારીની નિમણૂંક કરી, તેમનો હથિયારી એકમનો હવાલો આઇપીએસ પ્રફુલ્લાકુમારને સોપાયો


રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના કમિશનકાંડ બાદ તેમની સાઇડ પોસ્ટીંગમાં મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી રાજકોટ પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી અને ચાર્જમાં ચાલી રહી હતી. દરમિયાનમાં રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂંક થઇ હતી. સૌથી પહેલા “વાઇબ્સ ઓફ ઇન્ડિયા”એ 8 માર્ચના રોજ એક અહેવાલ લખ્યો હતો જેમાં રાજુ ભાર્વગ રાજકોટ પોલીસ કમિશનર બને તેવી પ્રબળ સંભાવના દર્શાવી હતી. આમ તેઓ જ બનતા “વાઇબ્સ ઓફ ઇન્ડિયા” અગ્રેસર રહ્યું હતુ. રાજકોટમાં ચાલી રહેલા કમિશન કાંડ બાદ ભારે ચર્ચામા આવ્યું હતુ જેના કારણે સરકાર કોઇ સ્પષ્ટ સારી છબી ધરાવનાર અધિકારીને મુકવા ઇચ્છતી હતી. આ દરમિયાન 1995ની બેંચના આઇપીએસ રાજુ ભાર્વગને રાજકોટ કમિશનર બનાવી દીધા હતા. તેમની ખાલી પડેલી જગ્યા પર અધિક મહાનિદેશક ગાંધીનગરની જગ્યાનો વધારોનો હવાલો 1996ની બેંચના આઇપીએસ ઓફિસર પ્રફુલ્લાકુમાર રૌશનને આપવામાં આવ્યો છે.


રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમના નજીકના ક્રાઇમ બ્રાંચના પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થયા હતા. પૈસાની મેટરમાં ઉઘરાણી, તેમા પણ કમિશન સહિત અનેક ગંભીર આક્ષેપો થયા હતા. સરકારના ધારાસભ્યોએ જ આક્ષેપો કરતા આ અંગે આખરે ગૃહ વિભાગને તપાસના આદેશ આપાવની ફરજ પડી હતી. જેમાં સીનીયર આઇપીએસ ઓફિસર ડીજીપી વિકાસ સહાયને આ આક્ષેપો અંગે તપાસ કરવા માટે પણ સુચના આપી હતી અને તેમને તાત્કાલીક રિપોર્ટ કરવાના આદેશ કર્યા હતા. તેઓ રિપોર્ટ આપે તે પહેલા જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામેના આક્ષેપો ગંભીર હોવાથી તેમને સાઇટ પોસ્ટીંગ આપવામાં આવ્યું હતુ. દરમિયાનમાં તેમના નજીકના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી.


રાજકોટના પોલીસ કમિશનર પર જ આક્ષેપો થતાં સરકાર રાજકોટમાં કોઇ સારા અધિકારી મુકવા માટે પ્રયોસો હાથ ધર્યા હતા. દરમિયાનમાં રાજુ ભાર્ગવની પસંદગી થઇ હતી. તેઓ શાંત સ્વભાવના અને તેમની છાપ પણ સારી હોવાથી રાજકોટમાં કોઇ વિવાદ ન થાય તે માટે તેમની પસંદગી થઇ હતી. અડધો ડઝન અધિકારીઓમાંથી સરકારે તેમની નિમણૂંક કરી હતી.


રાજકોટ પોલીસ કમિશનર તરીકે 24 મેના રોજ1995ની બેંચના આઇપીએસ ઓફિસર રાજુ ભાર્વગને(Raju Bhargav) મુકવામાં આવ્યા હતા. અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમનો જે હવાલો હતો તે આઇપીએસ ઓફિસર પ્રફુલ્લાકુમાર રૌશનને સોપાવમાં આવ્યો છે.


રાજુ ભાર્વગ વિશે થોડી વાત
રાજુ ભાર્ગવ (Raju Bhargav)મૂળ રાજસ્થાનના વતની છે. તેઓએ બીએસસી એમએ અને એમબીએનો અભ્યાસ કરેલો છે. તેઓ 1995ની બેંચના આઇપીએસ ઓફિસર છે. તેઓ લાંબા સમય સુધી રાજ્ય બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી ચુક્યા છે. આશરે છેલ્લા સાત વર્ષ તેઓ સીઆરપીએફમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજવી ચુક્યા છે. જોકે તેઓ નિરવિવાદી, શાંત સ્વભાવ અને સંવેદનશીલ છે. તેઓ ગાંધીનગર ખાતે ડીજી ઓફિસમાં બેસે છે અને તેઓ અઘિક પોલીસ મહાનિદેશક (હથિયારી એકમ) ખાતે ફરજ બજાવતા હતા. તેઓ એસપી તરીકે લાંબો સમય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જેવા કે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, ગોધરા,સુરત સીટીમાં ડીસીપી, સીઆઇડી ક્રાઇમ, ડીઆઇજી લો એન્ડ ઓર્ડર જેવી જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે અને તેમણે તમામ જિલ્લાઓમાં સારી કામગીરી કરી હોવાથી તેઓ સારી છાપ ધરાવે છે.

આ પણ વાંચો-રાજકોટના નવા પોલીસ કમિશનર બન્યા રાજુ ભાર્ગવ

સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ જુલાઇમાં થવાની શક્યતા

રાજ્યના સુરત શહેરમાં એક જેસીપી, અમદાવાદ શહેરમાં એક સ્પેશિયલ બ્રાંચ જેસીપી, બારોડા રેન્જ સહિત અનેક જગ્યાઓ હજુ પણ ખાલી છે. તેવામાં અનેક સિનિયર અધિકારીઓની બદલીનો સમય પણ થઇ ગયો છે પરંતુ રાજકોટ પોલીસ કમિશનર જેવી મહત્વની જગ્યા પરનો એક જ નિર્ણય લેવાતા હવે અન્ય આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો રથયાત્રા બાદ યોજાય તેવી પ્રબળ શક્યતા રહેલી છે. તેવામાં આગામી સમયમાં ઇલેક્શન આવતું હોવાથી તેને ધ્યાને લઇને બદલીઓ થાય તેવી શક્યતા રહેલી છે.

Your email address will not be published.