બુંદીનું રામગઢ વિષધારી (Ramgarh Vishdhari) અભયારણ્યને સોમવારે દેશના 52માં ટાઇગર રીઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રણથંભોર, સરિસ્કા અને મુકુન્દ્રા પછી આ રાજસ્થાનનું ચોથું ટાઇગર રીઝર્વ છે.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ગયા વર્ષે 5 જુલાઈ ના રોજ રામગઢ વિષધારીને ટાઇગર રીઝર્વ બનાવવા માટે મંજૂરી આપી હતી.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વીટ કર્યું કે, નવું ટાઇગર રીઝર્વ જૈવવિવિધતાનું સંરક્ષણ કરશે અને આ વિસ્તારમાં પર્યાવરણીય પ્રવાસન અને વિકાસ લાવશે.
ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, નવા ટાઈગર રિઝર્વની ફ્લોરિસ્ટિક વિવિધતા તેને સંશોધન અને શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર બનાવે છે. ભીમલત, રામગઢ મહેલ જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો ઈકો ટુરીઝમને પ્રોત્સાહિત કરશે અને સ્થાનિક સમુદાયોને રોજગારીની તકો પૂરી પાડશે, એમ તેમણે જણાવ્યું હતું.
વરુ, ચિત્તો, પટ્ટાવાળી હાયના, સ્લોથ રીંછ, સોનેરી શિયાળ, ચિંકારા, નીલગાય અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં જોઈ શકાય છે.
2019માં બહાર પાડવામાં આવેલા “સ્ટેટસ ઑફ ટાઈગર્સ ઈન ઈન્ડિયા” રિપોર્ટ અનુસાર, દેશભરના 20 રાજ્યોમાં 2,967 વાઘ છે.
આ પણ વાંચો: ભારતના ઘઉં નિકાસ પર પ્રતિબંધ બાદ, વૈશ્વિક સ્તરે ઘઉંનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો