બોલિવૂડમાં ફરી એક વખત લગ્નની ધમાલ જોવા મળવાની છે. અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.
આલિયા અને રણબીર 2018માં સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં દંપતી તરીકે પ્રથમવાર દેખાયા હતા તેજ વર્ષે એમણે આયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું. ત્યાર પછીથી આલિયા અને રણબીર બંને પ્રોફેશનલ અને પ્રાઇવેટ ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે.

આલિયા અને રણબીર બંને પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણવા રણથંભોર પણ ગયા હતા. જેમાં તેઓ સહપરિવાર આનંદ માણી રહ્યા હતા.
ત્યાર પછી આલિયાને વાર્ષિક કપૂર ક્રિસમસ લંચમાં પણ આમંત્રિત કરવામાં આવી હતી.
બંને કલાકારો 14 એપ્રિલના રોજ લગ્ન કરવાના હતા, જેની પુષ્ટિ આલિયાના કાકા રોબિન ભટ્ટે કરી હતી. પણ હવે લાગે છે કે આટલી તૈયારીઓ પછી આલિયા ભટ્ટ – રણબીર કપૂરના લગ્ન મુલતવી કરવામાં આવ્યા છે. તરીખોની ઘણી બધી અટકળો લગાડવામાં આવી રહી છે, જો કે હજુ સુધી કોઈ અંતિમ તારીખ આપવામાં આવી નથી.
જ્યારે નીતુ કપૂરને લગ્નની તારીખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ આ સવાલ ટાળી નાખ્યો હતો.
આલિયાના ભટ્ટના ભાઈ રાહુલ ભટ્ટે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે લગ્ન હવે 14 એપ્રિલે નથી થઈ રહ્યા અને 13 એપ્રિલે પણ કોઈ ફંક્શન નથી. અગાઉ, રોબિન ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે 13 એપ્રિલના રોજ મહેંદી ફંક્શન નક્કી કરવામાં આવ્યું હતું. લગ્ન ચેમ્બુરમાં કપૂર પરિવારના ઘરે થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરને સજાવવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
રાહુલે કહ્યું કે તારીખો મીડિયામાં લીક થયા બાદ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. તેણે કહ્યું, “લગ્ન થઈ રહ્યા છે, તે બધાને ખબર છે. પરંતુ 13 કે 14 એપ્રિલે કોઈ લગ્ન નથી. તે ચોક્કસ વાત છે. વાસ્તવમાં, અગાઉની તારીખો સમાન હતી, પરંતુ મીડિયામાં માહિતી લીક થયા પછી, તારીખો બદલવામાં આવી હતી. બધું જ બદલાયું છે કારણ કે ત્યાં ઘણું દબાણ છે. હું મારો શબ્દ આપું છું કે 13 કે 14 એપ્રિલે કોઈ લગ્ન નથી. જ્યાં સુધી હું જાણું છું, તારીખ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.”