રણબીર કપૂર લગ્ન બાદ કરશે સોશિયલ મીડિયા પર ડેબ્યુ

| Updated: April 14, 2022 4:57 pm

14 એપ્રિલનો દિવસ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ માટે હંમેશા ખાસ રહેશે. રણબીર અને આલિયા આજે લગ્નના બંધનમાં બંધાવાના છે. આટલું જ નહીં લગ્ન પછી આ કપલનો પહેલો ફોટો જોવા માટે ફેન્સ પણ બેતાબ છે. 

છેલ્લા મહેંદી ફંક્શનમાં રણબીર-આલિયાનો પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા, જેમાં મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, સોની રાઝદાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, અયાન મુખર્જી અને કરણ જોહર જેવા ઘણા સેલેબ્સ સામેલ હતા. 

એમાં કોઈ શંકા નથી કે રણબીર કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો પ્રાઈવેટ સ્ટાર છે અને લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. આવી સ્થિતિમાં હવે એવા અહેવાલો છે કે રણબીર કપૂર લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરી શકે છે.

એક અહેવાલ અનુસાર, રણબીર તેના લગ્ન પછી સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રણબીર કપૂરને સોશિયલ મીડિયા પર લાવવામાં આલિયા ભટ્ટે મહત્વની ભૂમિકા ભજવી છે. અભિનેત્રીએ રણબીર કપૂરને લગ્ન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે મનાવી લીધો છે. આલિયા ભટ્ટે રણબીર કપૂરને લગ્ન પછી તેના અંગત વીડિયો અને સંદેશાઓ ચાહકો વચ્ચે શેર કરવા કહ્યું છે. 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે આખરે એવો સમય આવી ગયો છે જ્યારે બંને કપલ લગ્ન કરવા જઈ રહ્યા છે. રણબીરની માતા નીતુ અને બહેન રિદ્ધિમા સાહનીએ પુષ્ટિ કરી છે કે બંને આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. શું તમે રણબીર કપૂરના સોશિયલ મીડિયા ડેબ્યુની રાહ જોઈ રહ્યા છો? તમે અમને આ વિશે ટિપ્પણી દ્વારા પણ કહી શકો છો.

Your email address will not be published.