રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ખરીદશે IPLની ટીમ: રીપોર્ટ

| Updated: October 22, 2021 7:04 pm

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2022માં 8ને બદલે 10 ફ્રેન્ચાઇઝી ટીમ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ કહ્યું હતું કે બે નવી ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવવામાં આવી છે, કારણ કે આવતા વર્ષે ખેલાડીઓનું મેગા ઓક્શન થવાનું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 2022 માં IPL ની હરાજી માટે નવા બિડર્સ બનવા જઈ રહ્યા છે. એક આઉટલુક રિપોર્ટ જણાવે છે કે માન્ચેસ્ટર યુનાઇટેડના માલિકો, અમેરિકન ગ્લેઝર પરિવાર પણ એક ટીમ માટે બોલી લગાવવામાં રસ ધરાવે છે.

દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયન છે અને રણવીર સિંહ ઇંગ્લિશ પ્રીમિયર લીગ સાથે સંકળાયેલો છે તેમજ હાલમાં વિશ્વની સૌથી લોકપ્રિય બાસ્કેટબોલ લીગ NBAનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

આઈપીએલ અને બોલીવુડ હંમેશા એકબીજા સાથે સંકળાયેલા રહ્યા છે. પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સમાં હિસ્સો ધરાવે છે જયારે જુહી ચાવલા અને શાહરૂખ ખાન સંયુક્ત રીતે કોલકાતા નાઈટ રાઈડર્સની માલિકી ધરાવે છે. આ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કેપ્ટન રહી ચૂકેલા દિનેશ કાર્તિકે જર્સી અંગે બંનેની મજાક કરી હતી.

રિપોર્ટ અનુસાર, બિડિંગનું પરિણામ 25 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે જેથી ટીમોના માલિકોનું નામ 25 ઓક્ટોબરે જ જાણવા મળશે. જોકે BCCI એ ટીમની બેઝ પ્રાઈઝ 2 હજાર કરોડ રૂપિયા નક્કી કરી છે.

Your email address will not be published. Required fields are marked *