અમરાઈવાડીમાં યુવતીને ગર્ભવતી કરી યુવકે ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ દાખલ

| Updated: August 4, 2022 8:32 pm

અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. શહેરમાં દિવસે દિવસે ક્રાઈમના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમરાઈવાડીમાં યુવતી સાથે લગ્ન કરી તને ગર્ભવતી બનાવી યુવકે તરછોડી દીધી હતી. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના અમરાઈવાડીમાં રહેતી 25 વર્ષીય યુવતીએ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીના લગ્ન 2018માં થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતા અને છુટાછેડા આપ્યા હતા અને યુવતી એકલી રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. તે વેળા દિયર હસમુખ ત્યાં આવ્યો અને તું મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને યુવતીને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં હસમુખ યુવતીને લઈને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. સાત મહિના જેટલો સમય બન્ને સાથે રોકાયા હતા બાદમાં હસમુખે યુવતીને જણાવ્યુ હતુ કે, મારે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે અને આપણે કરેલા લગ્ન કાયદાકીય નથી તેમ કહીને મોબાઈલ લઈને મંદિરમાં કરેલા લગ્નના ફોટા ડીલીટ કરી નાખ્યા હતા. જો કે યુવતીએ પોતે ચાર મહિનાની ગર્ભવતી હોવાનુ કહેવા છતા પણ હસમુખે તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી યુવતી તેના માતા-પિતાના ઘરે પહોંચી હતી.

યુવતીએ આ અંગે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં તેણીએ જણાવ્યું કે એક વર્ષ પહેલા પતિ સાથે મનમેળ ન થતા છુટાછેડા લીધા હતા. બાદમાં તે તેની દિકરી સાથે રહેતી હતી. આ દરમિયાન તેમના વિસ્તારમાં રહેતો અમીત મોર્ય મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જો કે થોડા દિવોસ પછી પ્રેમી અમીત અવાર નવાર મહિલા પર ખોટી શંકા રાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી મહિલાએ કંટાળીને પ્રેમસંબંધનો અંત લાવી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલો અમીત અવાર નવાર મહિલાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જો કે મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા અમીતે જે પૈસા મે તારી પાછળ વાપર્યા છે તે પૈસા તુ મને આપી દે નહીં તો તને હેરાન કરી નાખીશ તેમ કહીને જાહેર માં જ મહિલાને અપશબ્દો બોલીને છેડતી કરવા લાગ્યો હતો. એટલુ જ નહીં અવાર નવાર ફોન કરીને દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

Your email address will not be published.