સુરતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલા કિશોરી ગર્ભવતી બનતા પેપર ન આપ્યા

| Updated: April 6, 2022 5:24 pm

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને એકબીજા સાથે આંખ મળી ગઈ હતી. જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો. ત્યાર બાદ આ યુવક દ્વારા કિશોરીને સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. બાદ કિશોરી ગર્ભવતી બનતા ભાંડો ફૂટી ગયો હતો. આ કિશોરી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી પરીક્ષા પહેલા તે ગર્ભવતી થતા પરીક્ષા આપવા માટે જઈ શકી ન હતી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર રોડ ઉપર રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રવાલ નામના યુવકે ઘર પાસે જ રહેતી ધોરણ 10 માં અભ્યાસ કરતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બંન્ને એકબીજા સાથે આંખ મળી ગઈ હતી. જેને લઇને તેને આ યુવતી સાથે ધીરે-ધીરે સંપર્ક વધાર્યો હતો અને તેને એક દિવસ મોલમાં ફરવા લઈ ગયો હતો. ત્યારબાદ આ યુવક દ્વારા કિશોરીને સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે આ બાદ કિશોરી પ્રથમ તો વિરોધ નોંધાવ્યો હતો બાદમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

થોડા દિવસ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર કિશોરીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે કિશોરી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જોકે કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી પરંતુ ગર્ભવતી થતા તેઓ પરીક્ષા આપવા માટે પણ પહોંચી ન હતી. જેને લઇને પરિવારના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી.

જોકે પરિવારે સમગ્ર મામલે કિશોરીની પૂછપરછ કરતાં તેણે ઘર નજીકના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાની વિગતો આપી હતી. જેને લઇને આ કિશોરીના પરીવારે યુવક વિરુદ્ધ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવા સાથે દુષ્કર્મના આરોપી યુવકને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ હતો અને ગણતરીના કલાકોમાં આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.