રવિન્દ્ર જાડેજાના બેન કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છુક

| Updated: July 28, 2022 2:06 pm

ભારતના ખ્યાતનામ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છુક છે. તેની તૈયારીના ભાગરૂપે તેમણે જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે. આ દર્શાવે છે કે સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈના રાજકીય ગતિવિધ તેજ બની છે. આના પગલે બેઠકો, મીટિંગો, નિમણૂકો અને રાજીનામાની મૌસમ બરોબરની જામી છે.

નયનાબા જાડેજાએ મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રાજીનામુ આપતો પત્ર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરને લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જામનગર 78 વિધાનસભાની સીટ પરથી દાવેદારી કરવામાં રસ ધરાવુ છે. તેથી જિલ્લા પ્રમુખ તરીકેની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. આને લઈને રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસમાં આના પગલે સૌરાષ્ટ્રમાં ચૂંટણીને લઈને આગામી સમયમાં રાજકીય વાતાવરણ વધારે તેજ બને તેમ મનાય છે. ગયા વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોએ કોંગ્રેસને ખોબે-ખોબે મત આપ્યા હતા. કોંગ્રેસ ગયા વખતની સરસાઈને ઘટાડવા માંગતી નથી. તેથી આગામી સમયમાં તે ઉમેદવારોને લઈને વધારે સાવચેત રહી શકે છે. ગઈ ચૂંટણીમાં તેણે ઉમેદવારોની પસંદગીમાં કરેલી ભૂલના લીધે સીટો ગુમાવવાનો વારો આવ્યો હતો અને તેના પગલે લાંબા સમય પછી મળનારી સત્તા પણ ગુમાવી હતી. હવે તે આ પ્રકારનું પુનરાવર્તન આ ચૂંટણીમાં થવા દે તેવી સંભાવના ઓછી છે. તેમા પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉતરવાની હોવાથી ચૂંટણીનો જંગ ત્રિપાંખિયો બન્યો છે.

Your email address will not be published.