IMPSની ટ્રાન્ઝેક્શન લિમિટ વધીઃ હવે એક ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે

| Updated: October 10, 2021 2:20 pm

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે આઇએમપીએસ (ઇમિજિયેટ પેમેન્ટ સર્વિસ) હેઠળ પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ડોમેસ્ટિક પેમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં આઈએમપીએસનું મહત્ત્વ ધ્યાનમાં રાખીને તેની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે.

તેનાથી દેશમાં ડિજિટલ પેમેન્ટમાં વધારો થશે અને ગ્રાહકોને બે લાખ રૂપિયાથી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા મળશે.

આઇએમપીએસ એવી સિસ્ટમ છે જેમાં ચોવીસે કલાક નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. તે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ એપ, બેન્કની શાખાઓ, એટીએમ, એસએમએસ અને આઈવીઆરએસ દ્વારા ઉપલબ્ધ છે.

આ સિસ્ટમનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે. આરબીઆઇના ગવર્નરે જણાવ્યું કે આરટીજીએસ ઓપરેશન સતત ચાલતા હોવાથી આઈએમપીએસની સેટલમેન્ટ સાઈકલમાં વધારો થયો છે.

Your email address will not be published. Required fields are marked *