ગુજરાતમાં રિયલ એસ્ટેટ માર્કેટ કરી રહ્યું છે રિકવરી

| Updated: July 21, 2021 12:12 pm

કોરોના કાળમાં દેશના દરેક સેક્ટરને વધતાં કે ઓછા પ્રમાણમાં અસર પડી જ છે, પરંતુ ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ હવે ફરી રિકવર થતું જણાય છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં છેલ્લા ત્રણ મહિનામાં બિલ્ડર્સ અને ડેવલપર્સે રૂ. 13508 કરોડના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે તેમજ એપ્રિલ-જૂન દરમિયાન લોન્ચ થયેલા કુલ પ્રોજેક્ટ્સમાંથી રૂ. 6285 કરોડના પ્રોજેક્ટ્સ તો ફક્ત અમદાવાદમાં શરૂ થયા છે.

કોરોનાની લોકોની માનસિકતા ઉપર અસર

કોરોના બાદ લોકોની માનસિકતા બદલાતાં જે લોકો 1 બીએચકેમાં રહેતા હતા તેઓ હવે 2 બીએચકેમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ ઉપરાંત અપર મિડલ ક્લાસ ફ્લેટમાંથી બંગલો કે ફાર્મ હાઉસ કોન્સેપ્ટ તરફ વળ્યા છે અને ફરવા નથી જવાતું તો એમિનિટી વધારે હોય તેવા પ્રોજેક્ટ્સમાં જઈ રહ્યા છે. આ બદલાવને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું સાહસ કરી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ અત્યારે રેસિડેન્સમાં ડિમાન્ડ સારી છે તેથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ આવી રહ્યું છે.

અમદાવાદમાં સૌથી વધુ ઈન્વેસ્ટ્મેંટ્સ
ગુજરાતમાં રૂ. 4,444 કરોડના રેસિડેન્શિયલ અને રૂ. 6,919 કરોડના મિક્સ (રહેણાક અને કોમર્શિયલ ભેગા) પ્રોજેક્ટ લોન્ચ થયા હતા. કોમર્શિયલમાં રૂ. 1962 કરોડનું રોકાણ આવ્યું હતું. ગુજરાત રેરાની વેબસાઇટ મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં એપ્રિલથી અત્યારસુધીમાં રૂ. 13,508 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે જેમાંથી રૂ. 6285 કરોડના પ્રોજેક્ટ્સ અમદાવાદમાં શરૂ થયા છે. આ સિવાય વડોદરા રૂ. 2500 કરોડ, સુરત રૂ. 1711 કરોડ અને ગાંધીનગરમાં રૂ. 1135 કરોડના પ્રોજેક્ટ શરૂ થયા છે.

આ ઉપરાંત આજે પણ અમદાવાદની તુલનાએ ગાંધીનગર વધારે શાંત હોવાથી લોકો અહી રહેવાનું પસંદ કરી રહ્યા છે. જેથી ગાંધીનગરમાં નવા પ્રોજેન્ટસ વધ્યા છે.

ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગ હેઠળ ઘણી નવી જમીન ખુલ્લી થઈ છે અને ત્યાં નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે.

Your email address will not be published.