ગુજરાતમાં ત્રીજી લહેરના રેકોર્ડ બ્રેક 30 લોકોના મોત, રાત્રિ કર્ફ્યૂ 4 ફેબ્રુઆરી સુધી લંબાયો

| Updated: January 28, 2022 8:28 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,131 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક 30 મોત થયા છે. જયારે રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ 4 થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર અને આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ 29 જાન્યુઆરી સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા 4થી ફેબ્રુઆરી સુધીની કરવામાં આવી છે.

આજે અમદાવાદ શહેરમાં 4046, વડોદરા શહેરમાં 1999, રાજકોટ શહેરમાં 958, સુરત શહેરમાં 628, વડોદરા જિલ્લામાં 518, સુરત જિલ્લામાં 443, પાટણમાં 286, ગાંધઈનગર શહેરમાં 271, રાજકોટ જિલ્લામાં 255, કચ્છમાં 206, ભાવનગર શહેરમાં 185, જામનગર શહેરમાં 176, વલસાડમાં 166 નવા કેસ નોંધાયા છે. જયારે બનાસકાંઠા-મહેસાણામાં 157-157, નવસારીમાં 151, ભરૂચમાં 148, આણંદ-મોરબીમાં 138-138, ખેડામાં 129, ગાંધીનગરમાં 128, સાબરકાંઠામાં 106, જામનગરમાં 93, અમદાવાદ, અમરેલીમાં 78-78, સુરેન્દ્રનગરમાં 69, જૂનાગઢમાં 48, તાપીમાં 39, જૂનાગઢ શહેરમાં 36, દાહોદમાં 35, ગીરસોમનાથમાં 33, દેવભૂમિ દ્વારકામાં 27, ભાવનગર, મહીસાગરમાં 23-23, અરવલ્લીમાં 18 નર્મદામાં 18, છોટાઉદેપુરમાં 14, ડાંગ-પોરબંદરમાં 10-10,. બોટાદમાં 05 નવા કેસ નોંધાયા છે.

Your email address will not be published.