ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ માટે ભરતી

| Updated: January 27, 2022 9:52 pm

28 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી સ્વીકારવાનું શરુ થશે.

રાજ્યમાં પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રીની જગ્યાઓ પર પર સીધી ભરતી કરવામાં આવશે. તેના માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે.

ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રીની જગ્યાઓ પર સીધી ભરતી માટે આજરોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેના મુજબ 3,437 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત મુજબ ઉમેદવાર પાસે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું પાસ થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારનું ગુજરાતી અને હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

જાહેરાતમાં જણાવ્યા મુજબ ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ઉપરાંત બેન્કિંગ ચાર્જીસ અરજીની ફી સ્વરૂપે ચૂકવવાના રહેશે. બાકીના લોકોએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેશે નહી. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ઉમર 18 વર્ષથી નાની ના હોવી જોઈએ તથા 36 વર્ષથી મોટી ના હોવી જોઈએ. આ ઉપરાંત મહત્તમ વયમર્યાદા 45 ને ધ્યાનમાં રાખીને અનામત વર્ગના લોકોને વયમર્યાદામાં થોડી છૂટછાટ આપવામાં આવે છે.

સીધી ભરતીથી ભરવામાં આવનાર આ તમામ જગ્યા માટેની વિગતવાર માહિતી તથા જાહેરાત કે જેમાં વયમર્યાદા, શૈક્ષણીક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ, દિવ્યાંગ ઉમેદવારો માટે, માજી સૈનિક માટે, મહિલાઓ માટે અને રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે અનામત જગ્યાઓની તમામ વિગતોનો સમાવેશ થાય છે તેની વિગતવાર જોગવાઇઓ-માહિતી-સૂચના અને શરતો મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in  અને https://ojas.gujarat.gov.in  ઉપર જોવા મળી શકે છે.

Your email address will not be published.