ભરતી કૌભાંડનો આક્ષેપ કરતા ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા: SBIમાં સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય એવા ઉમેદવાર પસંદ કરાયા

| Updated: April 24, 2022 2:02 pm

ગુજરાતના બીજેપીના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ નાણામંત્રી નિર્મલા સીતારમણને સ્ફોટક પત્ર લખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કર્યો છે.

સંસદના સભ્યએ ધ્યાન દોર્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 660 કારકુનની (જુનિયર એસોસિએટ્સ) જગ્યાઓ માટેની ભરતીમાં સ્થાનિક ભાષા, એટલે કે ગુજરાતીનું જ્ઞાન હોવું એ એક પૂર્વશરત તરીકે નઠરાવાયું હતું . તેમ છતાં, પસંદ કરાયેલા મોટાભાગના ઉમેદવારોને સ્થાનિક ભાષાનું જ્ઞાન ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. મનસુખ વસાવાએ અનુમાન લગાવ્યું છે કે પસંદ કરાયેલ ઉમેદવારોમાંથી ઓછામાં ઓછા 80 થી 85%ને સ્થાનિક ભાષાનું જ્ઞાન નથી.

ભરૂચના ભાજપના સાંસદે કહ્યું છે કે આ સ્પષ્ટપણે એક ભરતી કૌભાંડ છે. તેમણે ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવા ઉમેદવારોની ભરતી રદ કરવાની પણ માંગણી કરી હતી. મનસુખ વસાવાએ માંગ કરી હતી કે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ક્લાર્ક અથવા જુનિયર એસોસિએટ એ બેંકમાં ગ્રાહક માટે પ્રથમ સંપર્ક બિંદુ છે. ગ્રામીણ લોકો, ખાસ કરીને મહિલાઓને બેંક અધિકારીઓ સાથે વાતચીત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેમની ઘણી શાખાઓ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં હોવાના કારણે જાહેર ક્ષેત્રની બેંકોમાં, અધિકારીઓ પ્રજાની ભાષા ન બોલી કે સમજી શકતા હોય એ એક મુખ્ય મુદ્દો છે . દરેક વ્યક્તિને બેંકિંગના વર્તુળમાં આવરી લેવાની સરકારી નીતિઓનો મૂળભૂત હેતુ માનવ સંસાધનોની આવી વિસંગતતાઓ દ્વારા પરાજિત થાય છે. સામાન્ય લોકો બેંકિંગ ચેનલોથી વિમુખ થઈ જાય છે અને ધીરધારનો ધંધો કરનાર શાહુકારો ના હાથે સહન કરે છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે ભારતના અમુક પ્રદેશોના ઉમેદવારોને, ભરતીમાં પોતાની તરફેણમાં અસમાન પ્રતિનિધિત્વ મળે છે. અને એવું સતત ઘણા વર્ષોથી ચાલતું આવતું હોવાના કારણે પ્રદેશવાદથી દોરવાયેલી “લોબી” સંસ્થાના આંતરિક વહીવટમાં પ્રભાવશાળી બની જાય છે. એટલું જ નહિ, તે પ્રમોશન અને ટ્રાન્સફરને પણ અસર કરે છે. સમાન પ્રાદેશિક સ્નેહભાવ ધરાવતા કર્મચારીઓ દ્વારા કોઈ ચોક્કસ બેંકને બદલે “બેંક ઓફ x પ્રદેશ” જેવા પ્રદેશના નામ સાથે વોટ્સએપ જૂથો અસામાન્ય નથી. કોઈ સંશોધન કરે તો, સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ટ્રાન્સફર અને પ્રમોશનની પેટર્નની ઉભરતી રૂપરેખાઓ જોવું રસપ્રદ હશે.

Your email address will not be published.