કામરેજમાં વિદેશી દારુના ગોડાઉનમાં રેડ, લાખોના દારુ સાથે એકની ધરપકડ

| Updated: April 26, 2022 4:09 pm

કામરેજના વેલંજા વિસ્તારમાં એક મકાનમાંથી વિદેશી દારૂનો સુરત એલસીબીએ મોટો ગોડાઉન ઝડપી પાડયો હતો. આ દારુની કિંમત અંદાજે 16.51 લાખ હોવાનું સામે આવ્યું છે. આ રેડમાં સાડા સાત હજાર વિદેશી દારૂની બોટલ તેમજ ફોર વ્હીલર કાર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જિલ્લા એલસીબીને મળેલ બાતમીના આધારે કામરેજ પાસે વેલંજાના ગ્રેષીવીલા એક મકાનમાં ભાડા પર રહેતા ઘનશ્યામભાઈ પન્નાલાલ મેવાડા તેમની સાથે તુલસીરામ રામચંદ્ર મેવાળા વિદેશી દારૂનો ગોડાઉન બનાવી દીધું હતું. ઘનશ્યામ પન્નાલાલ મેવાડા કોસંબામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેના ભાગીદાર તુલસી રામ મેવાડા સાથે ભાગીદારીમાં વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી મંગાવીને સુરત થતાં આજુબાજુના વિસ્તારોમાં સપ્લાય કરતા હતા. આ સંદર્ભે એલસીબી પી.આઈ કલ્પેશ ધડૂક રાજસ્થાની યુવકના બંને યુવકો વિશેની માહિતી સાંપડી હતી.

એલસીબીના છાપવાની કાર્યવાહી દરમિયાન પોલીસને વિદેશી દારૂ ની 7500 બોટલ, એક ફોરવીલ કાર, મોબાઇલ ફોન સાથે કિંમત રૂ 1651800 મુદ્દામાલ સાથે પોલીસે ઘનશ્યામ મેવાડાની ધરપકડ કરી હતી. જ્યારે તુલસીરામ મેવાડાને વોન્ટેડ બતાવ્યો હતો. સુરત જિલ્લામાં કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂનું ભરેલું ગોડાઉન ઝડપી પાડતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ માલ ક્યાથી લાવવામાં આવી રહ્યુ છે અને કોને મોકલવાનો હતો તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Your email address will not be published.