અમદાવાદમાં એસએમસીનો સપાટો, દારુ બંધીની પોલ ખોલી, ટાર્ગેટ થતો હોવાની ચર્ચા

| Updated: May 22, 2022 7:51 pm

અમદાવાદ શહેરમાં દારુ બેફામ વેચાય છે તે નકારી શકાય તેમ નથી. શહેર પોલીસ કમિશનરની બ્રાંચ પીસીબી સતત રેડો કરી રહી છે બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલ પણ જાણે નિદ્રાંમાથી જાગી હોય તેમ અમદાવાદ પર ત્રાટકી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં લાંબા સયમયથી ચાલતી દારુની ફેકટરી પકડી પાડી હતી. વટવા વિસ્તારમાં 52 હજારના દારુ સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીને એસએમસીએ પકડી પાડ્યો હતો.

શહેરના સરદારનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસ નિષ્ફળ હોવાનું નકારી શકાય તેમ નથી. એસએમસીએ સરદારનગર વિસ્તારમાંથી દારુની ફેકટરી શોધી કાઢી હતી. મોચી પાડાની બાજુમાં ચાચર ચોક ખાતેના ડી વોર્ડમાં એસએમસીએ રેડ કરી હતી. જેમાં 560 લીટર દેશી દારુ, 9800 લીટર વોશ પકડી પાડ્યો હતો. એસએમસીએ દારુના વેચાણ બાદ થયેલી રોકડ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે શીવશંકર સુરેશચંન્દ્ર પ્રજાપતિને પકડી પાડ્યો હતો અને મુખ્ય બુટલેગર રામભા મનોજબાઇ સેવાની ઉર્ફે સીન્ધી, મનોજ સેવાનીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસ તો ઠીક ઝોન-4 ડીસીપીની એલસીબી પણ નિષ્ક્રિય રીતે ભુમિકા સ્પષ્ટ પણે ભજવતા એસએમસીએ ફેકટરી પકડી પાડી હતી. છારાનગરથી અમદાવાદના અનેક વિસ્તારમાં દેશી દારુ જતો હોવાનું નકારી શકાય તેમ નથી. બીજી તરફ વટવાના ભીસમીલ્લાનગર સૈયદવાડીથી રવિવારે સવારે 52 હજારનો વિદેશી દારુ સહિતની મત્તા સાથે મહેંદી હુસેન ઉર્ફે શાહરુખ ઇમતીયાઝ મુન્સીને પકડી પાડ્યો હતો. પોલીસે દારુ મોકલનાર હોલસેલ બુટલેગર શન્ની પરમાર અને મહાદેવને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વટવા પોલીસના વહિવટદાર, એસીપીના વહિવટદાર સહિતના વહિવટદારો સક્રિય છે તેથી દારુની રેલમછેલ થઇ રહી છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ આંખઆડાકાન કરી રહ્યા છે.

અમુકની કે કંપનીમાં બદલી, અમુકને છુટ્ટોદોર, અધિકારીઓના આશિર્વાદ

શહેરમાં તાજેતરમાં ચોક્કસ વહિવટદારો પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે ચોક્કસ 16 જેટલા વહિવાટદારોની બદલી કરી હતી પરંતુ શહેરમાં હજુ પણ અનેક વહિવટદારો સક્રિય છે તેમના સામે ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરી શકતા નથી કે પછી કોઇ અધિકારીના આશિર્વાદ થે તે ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં એક પણ પોલીસ સ્ટેસન એવું નથી કે ત્યા વહિવટદાર ન હોય આમ છતાં કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા છે.

Your email address will not be published.