રિલાયન્સ, અદાણી અને ટાટાએ સોલર મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યોઃ કેન્દ્રને 18 બિડ મળી

| Updated: September 24, 2021 4:17 pm

કેન્દ્રને 19 સપ્ટેમ્બર સુધીમાં અનેક કંપનીઓ પાસેથી સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ લગભગ 40 ગીગાવોટ (GW)ની 18 બિડ મળી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), અદાણી ગ્રુપ અને ટાટા સહિત 19 જેટલી કંપનીઓએ સરકારની પ્રોડક્શન લિંક પ્રોત્સાહક યોજના હેઠળ સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે રસ દર્શાવ્યો છે.

આ વર્ષે એપ્રિલમાં, કેન્દ્રીય કેબિનેટે સોલાર પીવી મોડ્યુલોની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે રૂ .4,500 કરોડની પ્રોડક્શન લિન્ક પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ ઇન્ટીગ્રેટેડ સોલર પીવી મોડ્યુલમાં 10,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવશે જેના માટે રૂ.17,200 કરોડનું રોકાણ થશે.

ઉત્પાદકોને સોલર પીવી મોડ્યુલોની ઉચ્ચ કાર્યક્ષમતા માટે અને સ્થાનિક બજારમાંથી તેમની સામગ્રીના સોર્સિંગ માટે પુરસ્કાર આપવામાં આવશે. આ યોજનાનો હેતુ 17,200 કરોડના સીધા રોકાણ સાથે સંકલિત સોલર પીવી મોડ્યુલોની 10,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરવાનો છે. PLI ની રકમ વધેલી મોડ્યુલ કાર્યક્ષમતા અને સ્થાનિક મૂલ્ય વધારા સાથે વધશે.

Your email address will not be published. Required fields are marked *