રિલાયન્સ બ્રાન્ડ્સે ગ્લોબલ ફ્રેશ ફૂડ એન્ડ ઓર્ગેનિક કોફી ચેઇન, પ્રેટ એ મેંગર સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.
પ્રેટ એ મેંગરની શરુઆત 1986માં લંડનમાં થઇ હતી. પ્રિટની સેન્ડવિચ, સલાડ અને રેપ્સ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરીને દરરોજ કિટનમાં તાજા બનાવવામાં આવે છે.
કંપનીનાં જણાવ્યા મુજબ આ લાંબા ગાળાની માસ્ટર ફ્રેન્ચાઇઝી ભાગીદારી સાથે, આરબીએલ મોટા શહેરો અને ટ્રાવેલ હબ્સથી શરૂ કરીને દેશભરમાં ફૂડ ચેઇન ખોલશે.
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું કે,ભારતમાં ફૂડ એન્ડ બેવરેજીસ ઉદ્યોગ અને પ્રેટ પ્રિટ બ્રાન્ડનાં વિકાસની ઘણી શકયતા છે તેથી અમે તેની સાથે ભાગીદારી કરી છે. આરબીએલ ભારતીય ગ્રાહકોને જાણે છે અને આપણે શું ખાઈએ છીએ તેની સભાનતામાં વધારો થયો છે અને તેઝડપથી ફૂડને નવી ફેશન બનાવે છે. દુનિયાનાં અન્ય લોકોની જેમ ભારતીયો ફ્રેશ અને ઓર્ગેનિક ખાવાની ચીજો પસંદ કરે છે.પ્રેટ બ્રાન્ડ એ સફળતાની રેસિપી છે.