ગયા સપ્તાહમાં 75,000 કરોડના મેગા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની જાહેરાત કર્યા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રુવાઈઝ ખાતે તાઝિઝમાં કેમિકલ્સ બિઝનેસ સ્થાપવા કરારની જાહેરાત કરી છે.
બે ગ્લોબલ એનર્જી કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા ક્લોર-આલ્કલી, ઇથાઇલિન ડાઇક્લોરાઇડ અને પીવીસીનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ADNDC 18 અબજ યુએઈ દિરહામનું રોકાણ કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટમાં રિલાયન્સ કેટલું રોકાણ કરવાની છે તેની સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ બજારના અંદાજ પ્રમાણે 1.2 અબજથી 1.5 અબજ ડોલર સુધીનું રોકાણ કરવામાં આવી શકે છે.
આ કરાર હેઠળ તાઝિઝ અને રિલાયન્સ એક ઇન્ટીગ્રેટેડ પ્લાન્ટ સ્થાપશે જેની ક્ષમતા 9.40 લાખ ટન ક્લોર-આલ્કલી, 11 લાખ ટન ઇથાઇલિન ડિક્લોરાઈડ અને 3.60 લલાખ ટન પીવીસીનું ઉત્પાદન કરવામાં આવશે. ક્લોર-આલ્કલીનો ઉપયોગ વોટર ટ્રીટમેન્ટ માટે થાય છે. ઇથાઈલિન ડાઇક્લોરાઇડનો ઉપયોગ પીવીસીના ઉત્પાદનમાં થાય છે.
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપનીની વૈશ્વિક કામગીરીની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. અમે એડીએનઓસી ખાતે સ્ટ્રેટેજિક ભાગીદારી કરી રહ્યા છીએ જેનાથી રુવાઈઝ ખાતે વૈશ્વિક સ્તરનું કેમિકલ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. એડીએનઓસી ખાતે તેનાથી લાંબા ગાળાનો સંબંધ મજબૂત બનશે.
તાઝિઝ એ અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની અને એડીક્યુ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેમાં ત્રણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થપાશે.
રિલાયન્સની વૈશ્વિક છલાંગઃ અબુ ધાબીમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપશે

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.