રિલાયન્સ જ્વેલ્સ દ્વારા કચ્છની કલા અને સંસ્કૃતિથી પ્રેરિત “રણકાર” કલેક્શન લોન્ચ કરાયું

| Updated: April 17, 2022 7:56 pm

ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક રિલાયન્સ જ્વેલ્સ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને રજૂ કરતી કળા અને સંસ્કૃતિ, પરંપરાઓ તથા માન્યતાઓથી પ્રેરિત તેના ઘણા કલેક્શન્સ માટે જાણીતી છે. ઓડિશાથી પ્રેરિત ઉત્કલાથી લઈને બનારસથી પ્રેરિત કસ્યમ સુધી, રિલાયન્સ જ્વેલ્સ તેની જ્વેલરી ડિઝાઇન દ્વારા ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને આગળ લઈ જવાનું નિરંતર જારી રાખી રહ્યું છે. રિલાયન્સ જ્વેલ્સે અક્ષય તૃતીયાના શુભ તહેવારની ઉજવણી માટે સુંદર આભૂષણોનું ઉત્કૃષ્ટ કલેક્શન “રણકાર” (https://youtu.be/rLIbZm-ey8g) લોન્ચ કર્યું છે. કચ્છના રણ અને તેના વૈવિધ્યસભર વારસાથી પ્રેરિત “રણકાર” કલેક્શનનું આજે અમદાવાદમાં એક અદભૂત ફેશન શો સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું.

“રણકાર” ની પ્રેરણા કચ્છમાંથી મેળવવામાં આવી છે, જ્યાં મોહક સફેદ રણ અને વાઇબ્રન્ટ રંગોની અનોખી ભાત પથરાયેલી છે. ગ્રાહકો કચ્છના વાઇબ્રન્ટ અને સુંદર કળા સ્વરૂપોથી પ્રેરિત વિવિધ પ્રકારની ડિઝાઇન અને કલાત્મક રીતે ઘડવામાં આવેલા આભૂષણોમાંથી પોતાની પસંદગી કરી શકે છે, જેમ કે અજરખ- જૂની બ્લોક પ્રિન્ટિંગ ટેકનિક, રોગન – સમૃદ્ધ કુદરતી રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરાતું સુંદર પેઇન્ટિંગ ફોર્મ, લિપ્પન – દિવાલો પર અરીસાઓની આસપાસ તૈયાર કરવામાં આવતી અદભૂત કારીગીરી, વાઇબ્રન્ટ કચ્છી ભરતકામ, બાંધણી અને છેલ્લે કચ્છનું સુંદર લાકડા પરનું નકશીકામ.

ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને તેનું સન્માન કરવા તથા ગ્રાહકો માટે અક્ષય તૃતિયા (અખાત્રીજ)ના તહેવારને ખાસ બનાવવા માટે રિલાયન્સ જ્વેલ્સે સોના અને ડાયમંડના સુંદર નેકલેસ સેટ, પેન્ડન્ટ સેટ, એરિંગ્સ, વીંટી અને બંગડીઓનું અલૌકિક કલેક્શન રજૂ કર્યું છે, જે કચ્છની કારીગરીને પ્રતિબિંબિત કરે છે.

આ કલેક્શન ગ્રાહકોને ભવ્ય અને વૈભવી ભવ્ય ચોકર સેટમાંથી લાંબા, જટિલ અને ભવ્ય નેકલેસ સેટ અને 22 કેરેટ ગોલ્ડમાં બંગડીઓ અને વીંટીઓની સુંદર ડિઝાઇન સાથે પસંદ કરવા માટે વ્યાપક પસંદગી પૂરી પાડે છે, જે કચ્છની સુંદરતાને જીવંત બનાવે છે. રણ પ્રદેશની સુંદરતાનું પ્રતિનિધિત્વ કરતા સુંદર મોતીઓનો ઉપયોગ અને વાદળી અને લાલ રંગમાં દંતવલ્ક કામ અજરખ અને બાંધણીની પ્રેરણાને ઉજાગર કરે છે. સોનાના ચોકરના કોતરકામમાં કચ્છના લાકડાના કામની જટીલ ભાત ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ કલેક્શન્સમાં વિવિધ પ્રસંગો અને બજેટને અનુરૂપ વિશાળ શ્રેણી છે. ગોલ્ડ કલેક્શનની ડિઝાઇનમાં મીનાકારી અને કુંદનના ઉપયોગ સાથે ઉત્કૃષ્ટ ફિલિગ્રી વર્ક અને મંદિર-શૈલીની જ્વેલરીનો સમાવેશ થાય છે.

રણકાર કલેક્શનમાંથી હીરાની ડિઝાઇન કચ્છની જીવંત કળા જેટલી અનોખી છે. ચમકદાર હીરાથી સજ્જ ગળાનો હાર સેટ, પેન્ડન્ટ સેટ અને વીંટી કચ્છની ભાવના અને કારીગરીને ઘણી જુદી જુદી રીતે મૂર્તિમંત કરે છે. ઉત્કૃષ્ટ નેકલેસ સેટ અજરખ અને બાંધણીની કારીગરીની જટિલતાઓ દર્શાવે છે જેમાં વાદળી અને લાલ રંગમાં સુંદર મીનાકારી હોય છે જે અદભૂત હીરાથી અલગ તરી આવે છે. રણકાર કલેક્શનમાં કલાના સ્વરૂપોને ભવ્ય સ્વરૂપમાં રજૂ કરતી હીરાની ગોઠવણી પણ અનોખી છે. કચ્છી ભરતકામ હીરાની શ્રેણીમાં ઉત્સવ, લગ્ન અને કન્ટેમ્પરરી લૂક માટે યથોચિત આધુનિક તથા કન્ટેમ્પરરી ડિઝાઇનને પ્રેરણા આપે છે.

આ નવીનત્તમ કલેક્શન અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ જવેલ્સના સીઇઓ સુનીલ નાયકે કહ્યું કે, “ભારત પાસે ખૂબ જ વિશાળ અને કિમતી વારસો છે, જે આપણા દેશના મૂળનો અભિન્ન ભાગ છે. અમે આ વારસાને ઉજાગર કરવામાં અને અમારી સંસ્કૃતિ અને કળા સ્વરૂપોના ઊંડા મૂળમાંથી શ્રેષ્ઠ જ્વેલરી ડિઝાઇન ગ્રાહકો સુધી લાવવામાં ગર્વ અનુભવીએ છીએ. દરેકના જીવનમાં ભાગ્ય અને સફળતા લાવે છે તેવી માન્યતા ધરાવતા અક્ષય તૃતિયાના શુભ અવસર માટે અમે અમારા ડિઝાઇનની પરંપરાઓને નિરંતર જારી રાખતાં કચ્છના રણ દ્વારા પ્રેરિત અમારા ઉત્કૃષ્ટ રીતે બનાવેલા ભવ્ય કલેક્શન “રણકાર”ને ગ્રાહકો સમક્ષ મૂકતાં આનંદ અનુભવીએ છીએ. આ કલેક્શનમાં ગોલ્ડ અને ડાયમંડ નેકલેસ, બુટ્ટી, વીંટી અને બંગડીઓ અનન્ય છે અને આ દરેક આભૂષણ કચ્છની વિવિધ કળા, પરંપરા અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.”

આ આભૂષણો ઉપરાંત, ગ્રાહકો સોનાના આભૂષણો અને ડાયમંડ જ્વેલરી મૂલ્યના મેકિંગ ચાર્જ પર 25% સુધીની છૂટ પણ મેળવી શકે છે. ઑફર માત્ર મર્યાદિત સમયગાળા માટે જ માન્ય છે. અદભૂત કલેક્શન સમગ્ર દેશમાં તમામ રિલાયન્સ જ્વેલ્સ ફ્લેગશિપ શોરૂમ પર વિશેષરૂપે ઉપલબ્ધ હશે અને રિલાયન્સ જ્વેલ્સની વેબસાઇટ પર પસંદગીની શ્રેણી ઉપલબ્ધ હશે. તમે આ કલેક્શન https://bit.ly/RJAT_PR પર જોઇ શકો છો.

Your email address will not be published.