Site icon Vibes Of India

લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં રિલાયન્સ જિયોએ 4G સેવાઓ શરૂ કરી

રિલાયન્સ જિયોએ લદ્દાખના પેંગોંગ તળાવ પાસેના સ્પાંગમિક ગામમાં તેની 4G વૉઇસ અને ડેટા સેવાઓ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ટેલિકોમ ઓપરેટર લોકપ્રિય પર્યટન સ્થળ પેંગોંગ અને તેની આસપાસના વિસ્તારમાં  4G મોબાઇલ કનેક્ટિવિટી પ્રદાન કરનાર પ્રથમ નેટવર્ક બન્યું છે. જો કે, આ વિસ્તાર તાજેતરના વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો મુદ્દો બન્યો છે. 

લદ્દાખના લોકસભા સભ્ય જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલે સ્પાંગમિક ગામમાં જિયો મોબાઈલ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. નમગ્યાલે જણાવ્યું કે, આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક શરૂ થવાથી સ્થાનિકોની લાંબા સમયથી પડતર માંગણી પૂરી થઈ છે.

રિલાયન્સ જિયોના અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને કઠોર હવામાન પરિસ્થિતિઓના પડકારનો સામનો કરીને ટીમ જિયો એ કેન્દ્રશાસિત પ્રદેશના સૌથી દૂરના ભાગો સુધી પહોંચવાના તેના પ્રયાસો ચાલુ રાખ્યા છે, જેથી કરીને લોકો એવા વિસ્તારોમાં સંપર્કમાં રહી શકે છે.

આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ નિમિત્તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા બાળકોની ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધાનું આયોજન કરતું ઇન્કમ ટેક્સ