હોસ્પિટાલીટી ક્ષેત્રમાં રિલાયન્સના ‘બઢતે કદમ’: ન્યુયોર્કમાં લક્ઝરી હોટેલ માટે કર્યો 98.15 મિલિયન ડોલરનો સોદો

| Updated: January 9, 2022 9:27 am

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) એ લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂ યોર્કના બહુમતી શેર હસ્તગત કરવા માટે 98.15 મિલિયન ડોલર નો સોદો કર્યો છે.

આ સબસિડી દ્વારા, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં પરોક્ષ રીતે 73.37 ટકા હિસ્સો ધરાવતી કોલંબસ સેન્ટર કોર્પોરેશન (કેમેન)ની સંપૂર્ણ ઈસ્યુડ શેર કેપિટલ હસ્તગત કરશે.

2003 માં સ્થપાયેલ, મેન્ડરિન ઓરિએન્ટલ ન્યુ યોર્ક સિટીમાં 80 કોલંબસ સર્કલ પર સ્થિત પ્રીમિયમ લક્ઝરી હોટેલ છે, જે સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની પાસે આવેલી છે. AA ફાઇવ ડાયમંડ હોટેલ, ફોર્બ્સ ફાઇવ સ્ટાર હોટેલ અને ફોર્બ્સ ફાઇવ સ્ટાર સ્પા જેવા પુરસ્કારો જીતીને, તેણે વૈશ્વિક ઓળખ મેળવી છે. હોટેલની આવક 2018માં $115 મિલિયન, 2019માં $113 મિલિયન અને 2020માં $15 મિલિયનની હતી.

આ સાથે, RIL તેમના હોસ્પિટાલિટી ક્ષેત્રના ખજાનામાં વધુ એક ઝવેરાત ઉમેરશે. યુકેમાં EIH લિમિટેડ (ઓબેરોય હોટેલ્સ) અને સ્ટોક પાર્ક લિમિટેડમાં પહેલેથી જ એમનું રોકાણ થયેલું છે. તે BKC મુંબઈમાં અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર, હોટેલ અને વ્યવસ્થાપિત રહેઠાણો વિકસાવે છે.

આ ટ્રાન્ઝેક્શન માર્ચ 2022 ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જો હોટેલના અન્ય માલિકોએ વેચાણ વ્યવહારમાં ભાગ લેવાનું ઈચ્છે તો આ મૂલ્યાંકન પર RIIHL બાકીના 26.63% પણ હસ્તગત કરી શકે છે,

Your email address will not be published. Required fields are marked *