રિલાયન્સ એક અબજ ડોલરનાં ખર્ચે મુંબઇમાં લકઝરી બ્રાન્ડસનો મોલ બનાવશે

| Updated: April 27, 2022 10:52 am

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એક અબજ ડોલરના ખર્ચે મુંબઇમાં શોપિંગ પેલેસ બનાવવા જઇ રહ્યા છે. જયાં પશ્ચિમની લક્ઝરી ચીજવસ્તુઓ મળશે. આ પ્રોજેક્ટ તેમના રિલાયન્સ એમ્પાયરને એક પોર્ટલ તરીકે પણ સ્થાપિત કરશે, જેમાં દુનિયાની મોટાભાગની બ્રાન્ડસ ઉપલબ્ધ હશે.

ભારત વિશાળ દેશ હોવાં છતાં લક્ઝરી માર્કેટ પ્રમાણમાં નાનું છે.તેમ છતાં આ માર્કેટ આગામી પાંચ વર્ષમાં લગભગ બમણું થઈને લગભગ 5 બિલિયન ડોલરનું થાય તેવી શકયતા છે. યુરોમોનિટરના અંદાજ મુજબ તેને ધ્યાનમાં રાખીને રિલાયન્સ લુઈસ વિટનથી લઈને ગુચી સુધીના પાવરહાઉસ બ્રાન્ડ્સનાં ડઝનબંધ આઉટલેટ્સ સાથે એક મોલ બનાવી રહી છે. રોઇટર્સે કેટલાક ડોક્યુમેન્ટસની ચકાસણી બાદ આ જાણકારી આપી હતી.

રિટ્ઝી મોલ, જિયો વર્લ્ડ પ્લાઝા મોંઘી બેગ અને શુઝ સહિતની લકઝરી ચીજો ખરીદવા માગતા પૈસાપાત્ર ભારતીયોને આકર્ષિત કરશે. ભારતના લગભગ 900 અબજ ડોલરનાં રિટેલ માર્કેટમાં આ મોલ લક્ઝરી આઇટમના મામલે ટોપ પર આવશે, જ્યાં તેની એમેઝોન અને વોલમાર્ટ જેવા ઇ-કોમર્સ અને સુપરમાર્કેટ્સની સાથે તીવ્ર હરીફાઇ છે.

રિલાયન્સની યોજના અંગે જાણકાર ત્રણ લોકોએ જણાવ્યું હતું કે આ મોલનો હેતું વિદેશી બ્રાન્ડ સાથે ભાગીદારી કરીને લક્ઝરી ચીજોમાં રિટેલ હરીફો કરતાં અગ્રેસર રહેવાનો છે.

લક્ઝરી મોલ ધરાવતા મુંબઈના બાંદ્રા કુર્લા બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં એક વિશાળ કોમર્શિયલ અને કલ્ચરલ સેન્ટર જિયો વર્લ્ડ સેન્ટરને વિકસાવવાનો કુલ ખર્ચ એક અબજ ડોલરથી વધુ છે, તેમ આ બાબતની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું.

238 અબજ ડોલરની માર્કેટ વેલ્યું સાથેની રિલાયન્સ ઇન઼્સ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલું આ જંગી રોકાણ અંબાણીના પરિવારની લક્ઝરી ચીજોનાં બિઝનેસમાં જવાની યોજનાના ભાગરુપે છે.ખાસ કરીને તેમની 30 વર્ષીય પુત્રી ઇશા જે આ પ્રોજેકટ સાથે નજીકથી સંકળાયેલી છે.

રિલાયન્સની યોજનાની જાણકારી ધરાવતી અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે,વૈશ્વિક બ્રાન્ડ્સ અહીં (ભારત) રહેવા માંગે છે, રિલાયન્સ તેને આગળ વધારવા કેટાલિસ્ટ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે.આ જાણકારી આપનાર વ્યકિતએ તેની ઓળખ જાહેર કરી ન હતી કેમકે તે આ માહિતી આપવા માટે અધિકૃત નથી. રોઇટર્સે આ અંગે રિલાયન્સને વિનંતી કરી હતી જોકે કોઇ જવાબ મળ્યો ન હતો.

મૉલ ફ્લોર-પ્લાન
ચાર માળનો અને 10 ફુટબોલનાં મેદાનના કદનો આ મોલ આરસપહાણના ફ્લોર અને ગોલ્ડન ગાર્ડરેઇલ સાથેનો હશે એમ દસ્તાવેજો દર્શાવે છે. રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા રિલાયન્સના દસ્તાવેજમાં ફ્લોરપ્લાન દર્શાવે છે કે મોલના અપર ગ્રાઉન્ડ ફ્લોર માટે લગભગ 30 બ્રાન્ડ્સ ફાઇનલ કરવામાં આવી છે, જેમાં એલવીએમએચના લુઇસ વીટન, ટિફની અને ડાયોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એલવીએમએચના હરીફ કેરિંગની ગૂચી, બાલેન્સિયાગા અને બોટેગા વેનેટા,વર્સાચે, રિચેમોન્ટ્સ કાર્ટિયર અને હર્મેસ જેવી બ્રાન્ડસ હશે. દસ્તાવેજમાં નાણાકીય વિગતો નથી તેથી બ્રાન્ડસમાં ફેરફાર થઇ શકે છે. કોઈપણ બ્રાન્ડે આ અંગે પુછતાં જવાબ આપ્યો નથી.

જીયો વર્લ્ડ પ્લાઝા આઉટલેટ્સમાં ઘણી બ્રાન્ડ્સને ભારતમાં તેને વધવાની તક આપશે. ઉદાહરણ તરીકે, બે દાયકા પહેલા પ્રથમ આઉટલેટ શરુ થયું હોવા છતાં લુઈસ વીટનના ભારતમાં માત્ર ત્રણ સ્ટોર છે, જ્યારે વર્સાચેનો એક જ સ્ટોર છે. દસ્તાવેજ દર્શાવે છે કે મોલમાં લૂઈસ વિટનનું આઉટલેટ ભારતમાં તેનું સૌથી મોટું અને 7,376 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હશે.

અનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સના પંકજ રેંઝેને જણાવ્યું હતું કે ભારતનું લક્ઝરી માર્કેટ એટલું નાનું છે કે ઘણી વિદેશી બ્રાન્ડ્સ રિલાયન્સ સાથે ભાગીદારી કરવાનું પસંદ કરે છે.યુરોમોનિટરનો અંદાજ છે કે ગયા વર્ષે ભારતના વ્યક્તિગત લક્ઝરી માર્કેટનું કદ 2.6 અબજ ડોલર હતું, પરંતુ 2026 સુધીમાં તે દર વર્ષે 12 ટકા જેટલું વધીને 4.7 અબજ ડોલર સુધી પહોંચશે. તેની સરખામણીએ ચીનમાં જ્યાં લુઇસ વીટનના લગભગ 60 અને વર્સાચેનાં 40 આઉટલેટ્સ છે, ત્યાંનું માર્કેટ 2026 સુધીમાં 107 અબજ ડોલર થઈ જશે, જે ગયા વર્ષે 58 અબજ ડોલર હતું.

બર્નસ્ટેઇનના વિનિયર લક્ઝરી ગુડ્સ એનાલિસ્ટ લુકા સોલ્કાએ જણાવ્યું હતું કે વર્ષોથી વિદેશી બ્રાન્ડ્સને ભારતમાં મર્યાદિત સંખ્યામાં સ્ટોર્સ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ‘એરિસ ઓન ડ્યુટી’હાઈ-એન્ડ બેગને બદલે, ઘણા ભારતીયો માટે લક્ઝરીનો અર્થ હજુ પણ વિદેશમાં કુટુંબ સાથે વેકેશન ગાળવાનો રહ્યો છે.પરંતુ હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ અનુસાર, દેશમાં કરોડપતિ પરિવારોની સંખ્યા 2021માં પાછલા વર્ષ કરતાં 11 ટકા વધી છે.

તેમની ફેવરિટ બ્રાન્ડ્સ? ગૂચી, લૂઈસ વીટન અને બરબેરી.મુંબઈનો મોલ અંબાણીનો ટિફની અને બોટેગા વેનેટા જેવા સ્થાનિક વેચાણ માટે હાલના ભાગીદારો સાથે નોન-પાર્ટનર લક્ઝરી બ્રાન્ડ્સને એકસાથે લાવવાનો પ્રથમ પ્રયાસ છે. લક્ઝરી ફ્લોરની લગભગ અડધી બ્રાન્ડ્સ રિલાયન્સના ભાગીદાર હશે એમ દસ્તાવેજો દર્શાવે છે.
લક્ઝરી એક્ઝિક્યુટિવ્સ આ મોલને રિલાયન્સ માટે લાંબા ગાળાનાં વ્યુહ તરીકે જુએ છે, જે ઇશા અને અંબાણી પરિવાર માટે વેનિટી પ્રોજેક્ટ કરતા વધારે છે, તેમ છતાં તે ટૂંક સમયમાં કમાઉ સાબિત ન પણ થાય. ઇશા નવા મોલનાં પ્રોજેક્ટમાં નજીકથી સંકળાયેલી છે, જેમાં રિલાયન્સે હરીફ બ્રાન્ડ્સના પ્લેસમેન્ટને એકબીજાની બાજુમાં કેવી રીતે મુકવા તે સહિતની બાબતોનો પણ સમાવેશ થાય છે, તેમ બે સૂત્રોએ જણાવ્યું હતું.

ગયા વર્ષે, ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીને ઇશાને રિલાયન્સમાં ડ્યુટી પરની વારસદાર (એરિસ ઓન ડ્યુટી) તરીકે ઓળખાવીને તેને ભારતની 21મી સૌથી શક્તિશાળી મહિલા તરીકે ગણાવી હતી.

ચાર ભારતીય બ્રાન્ડ્સ કે જેમાં રિલાયન્સે તેને વૈશ્વિક સ્તરે લઈ જવાની યોજના સાથે રોકાણ કર્યું હતું, તે મોલના લક્ઝરી ફ્લોર પરનાં એકમાત્ર ઘરેલું નામો હશે, જેમાં કાફે અને છ-સ્ક્રીન સાથેનાં મલ્ટિપ્લેક્સ સિનેમા પણ હશે.
કેટલીક વૈશ્વિક બ્રાન્ડ્સને સલાહ આપતી ઇન્ડિયન કન્સલ્ટન્સી લક્ઝરી કનેક્ટના સીઇઓ અભય ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ મોલ રિલાયન્સ માટે એક મોટા ઇમેજ બૂસ્ટર તરીકે કામ કરશે.એવું લાગે છે કે તેઓ એવો મેસેજ આપવા માગે છે કે તમે રિલાયન્સનો વિચાર કર્યા સિવાય ભારત વિશે વિચારી શકો

Your email address will not be published.