કોરિયોગ્રાફર-ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝાના સાળો જેસન વોટકિન્સ ગુરુવારે મુંબઈના મિલ્લત નગરમાં તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, વોટકિન્સના માતા-પિતા જયારે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે વોટકિન્સની બોડી લટકતી જોવા મળી હતી, તેવું માનવામાં આવે છે કે તેમણે આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતીના આધારે, ઓશિવરા પોલીસે આ કેસમાં આકસ્મિક મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે કારણ કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, એમ તેમણે ઉમેર્યું હતું
42 વર્ષીય વોટકિન્સને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા હતી. જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે. પરંતુ સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પ્રારંભિક તપાસ મુજબ, ઘટના સમયે વોટકિન્સ તેના ફ્લેટમાં એકલા હતા. અધિકારીએ જણાવ્યું કે તેના માતા-પિતા દવા ખરીદવા બહાર ગયા હતા અને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેઓએ તેને છત પર લટકતો જોયો.
તેઓએ પોલીસને જાણ કરી અને વોટકિન્સને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં દાખલ થતાં પહેલા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો, અધિકારીએ જણાવ્યું હતું.