17મી અને 18મી સદીમાં હાર્વર્ડમાં ગુલામી પ્રથા હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ

| Updated: April 28, 2022 11:06 am

17મી અને 18મી સદીમાં જ્યારે મેસેચ્યુસેટ્સમાં ગુલામી પ્રથા કાયદેસર હતી ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના લીડર્સ, ફેકલ્ટી અને સ્ટાફે 70 થી વધુ વ્યક્તિઓને ગુલામ બનાવ્યા હતા.એક રિપોર્ટમાં દક્ષિણ અને કેરેબિયનમાં ગુલામોની મજૂરીથી પેદા થયેલી સંપત્તિ સાથેના યુનિવર્સિટીના ગાઢ સંબંધોને દર્શાવવામાં આવ્યા હતા અને વંશીય ભેદભાવના દેશનાં લાંબા ઇતિહાસમાં તેની નોંધપાત્ર ભૂમિકા હતી.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલો “હાર્વર્ડ એન્ડ ધ લેગસી ઓફ સ્લેવરી” રિપોર્ટ દર્શાવે છે કે તેની સ્થાપના પછી સદીઓ સુધી ગુલામી, શ્વેત સર્વોપરિતા અને વંશીય અન્યાય વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક હાર્વડમાં જોવા મળતો હતો. તે એવી માન્યતાનો પણ ભાંગીને ભુક્કો કરે છે કે હાર્વર્ડ, ન્યૂ ઇંગ્લેંડમાં તેના સ્થાનને કારણે આર્થિક અને સામાજિક દૂષણોથી અલિપ્ત હતું. સ્કૂલે હવે આ અન્યાય બદલ માટે 100 મિલિયન ડોલરનું દાન આપવાનું વચન આપ્યું હતું.
ગુલામી અને વંશીય ભેદભાવ અંગેનો હાર્વર્ડનો મોટાભાગનો રેકોર્ડ વર્ષોથી જાણીતો છે. પરંતુ આ રિપોર્ટમાં તેમાં ઉંડે સુધી ડોકિયું કરીને એ બાબત ઉજાગર કરવામાં આવી છે કે એક સંસ્થા તરીકે તે આવી પ્રથાને ડામવામાં નિષ્ફળ રહી હતી.
રિપોર્ટનાં કેટલાક તારણો

 • સ્વદેશી અને આફ્રિકન મૂળના ગુલામ લોકોએ તેની પ્રથમ દોઢ સદીમાં હાર્વર્ડ સમુદાયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્વર્ડના સ્કુલનાં પહેલા શિક્ષક, નેથાનિયલ ઇટોને, માત્ર “ધ મૂર” તરીકે ઓળખાતા એક માણસને ગુલામ બનાવ્યો હતો, જેણે કૉલેજના શરૂઆતના વિદ્યાર્થીઓને સેવા આપી હતી. હાર્વર્ડના વિવિધ પ્રેસિડન્ટ, ફેલો, ઓવરસિયર સહિત ફેકલ્ટી મેમ્બર્સે 1783માં મેસેચ્યુસેટ્સમાં ગુલામી પ્રથાને ગેરકાયદે જાહેર કરાઇ ત્યાં સુધી 70થી વધુ લોકોને ગુલામ બનાવ્યા હતા. રિપોર્ટમાં ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી પરંતુ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે કુલ 79 ગુલામ હોવાનું જણાય છે. જે અગાઉ જાણતા હતા તેના કરતા ડઝનેક વધુ છે.
 • ગુલામી અને ગુલામો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓમાંથી પોતાનું નસીબ બનાવનારા પાંચ માણસોએ 19મી સદીના પૂર્વાર્ધમાં હાર્વર્ડને ખાનગી વ્યક્તિઓ પાસેથી મળેલા દાનમાં એક તૃતીયાંશથી વધુ હિસ્સો આપ્યો હતો. તેમાં ખાંડ, કોફી અને સુતરાઉ વેપારી બેન્જામિન બુસી પણ હતા, જેઓ 1842માં મૃત્યુ પામ્યા ત્યારે હાર્વર્ડ માટે 3,20,000 ડોલરની મિલકત છોડી ગયા હતા. જેમ્સ પર્કિન્સ, જેમના બિઝનેસમાં કેરેબિયન ગુલામોના વેપારનો પણ સમાવેશ થતો હતો, તેમણે 1822માં હાર્વર્ડને 20,000 ડોલરનું દાન આપ્યું હતું.
 • હાર્વર્ડ એવા બૌદ્ધિકોનું ઘર હતું જેમણે 19મી અને 20મી સદીમાં રેસ સાયન્સ અને યુજેનિક્સને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના સિદ્ધાંતો અને સંશોધનમાં ગુલામો અને નગ્ન વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સનો સંગ્રહ સામેલ છે, તે શ્વેત સર્વોપરિતા અને અન્ય જાતિવાદી વિચારધારાઓને ન્યાયી ઠેરવવા માગતા લોકોની તરફેણ કરે છે. યુનિવર્સિટીના મ્યુઝિયમમાં માનવ અવશેષો પણ છે જે સ્વદેશી લોકોના અને આફ્રિકન વંશના ગુલામોનાં હોવાનું માનવામાં આવે છે.
 • જિમ ક્રોથી લઈને જ્યોર્જ ફ્લોયડ સુધીની ગુલામી: વર્જિનિયાની યુનિવર્સિટીઓનો વંશીય ઇતિહાસ
  આ રિપોર્ટ હાર્વર્ડના પ્રમુખ લોરેન્સ એસ.બાકો દ્વારા 2019માં બોલાવવામાં આવેલી ફેકલ્ટી કમિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. બાકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેમણે રિપોર્ટ વાંચ્યો છે તેમાંથી ઘણાને તે ચોંકાવનારો અને આઘાતજનક લાગશે.
 • બાકોએ જણાવ્યું હતું કે, હાર્વર્ડને ફાયદો થયો હતો અને કેટલીક એવી પ્રથાઓને કાયમી બનાવી હતી જે અત્યંત અનૈતિક હતી.તેથી હું માનું છું કે વ્યક્તિઓ, હાર્વર્ડ અને આપણા સમાજ પર આ ઐતિહાસિક પ્રથાઓની પડેલી વિનાશક અસરોને પહોંચી વળવા માટે આપણે જે કરી શકીએ તે કરવાની આપણી નૈતિક જવાબદારી છે.
  હાર્વર્ડ એ એવી મોટી યુનિવર્સિટીઓમાંની એક છે જેણે ગુલામીમાં તેનાં લેખાં-જાખાં તપાસ્યા છે.આ વલણ બ્રાઉન યુનિવર્સિટીએ 2006 માં ટ્રાન્સએટલાન્ટિક ગુલામ વેપાર સાથેના તેના સંબંધો પરનો રિપોર્ટ પ્રકાશિત કર્યા પછી ઉભરી આવ્યું હતું.તાજેતરનાં વર્ષમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી, વર્જિનિયા યુનિવર્સિટી અને વિલિયમ એન્ડ મેરી સહિત અન્ય યુનિવર્સિટીઓએ પણ તેમના ગુલામીથી ખરડાયેલા ભૂતકાળમાં ઉંડુ ડોકિયું કર્યું છે. યુ-વીએ ખાતેનું યુનિવર્સિટીઝ સ્ટડીંગ સ્લેવરી નામનું કન્સોર્ટિયમ યુનાઇટેડ સ્ટેટ્સ અને વિદેશમાં લગભગ આવી 90 (હાર્વર્ડ સહિત) યુનિવર્સિટીઓ હોવાનું કહે છે.
 • યુ-વી.એ.માં ઇતિહાસના પ્રોફેસર અને કન્સોર્ટિયમના નેતા કિર્ટ વોન ડાકેS હાર્વર્ડના તારણોને આશ્ચર્યજનક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે હાર્વર્ડ આવું નિવેદન આપે છે અને નાણાંની ફાળવે તે સારી વાત છે. 2020 માં જ્યોર્જ ફ્લોયડની હત્યા પછી યુનિવર્સિટીઓમાં થયેલી વંશીય બાબતોને તે નવો આયામ આપી શકે છે.
 • વોન ડેકેએ જણાવ્યું હતું કે, હાર્વર્ડ જેવી સંસ્થાએ આવી રીતે જાહેરમાં તેનો સ્વીકાર કર્યો છે તેનાથી ઘણી સંસ્થાઓ આમ કરવા આગળ આવશે અને ઘણી સંસ્થાઓમાં લોકો તેમના પ્રોવોસ્ટ, ચાન્સેલર અને પ્રેસિડન્ટને કહેશે કે, આપણે આ વિશે ફરીથી ચર્ચા કરી શકીએ?
 • જ્યોર્જટાઉન અને વિલિયમ એન્ડ મેરી સહિતની કેટલીક યુનિવર્સિટીઓએ તાજેતરના વર્ષોમાં ગુલામી પ્રથા બદલ માફી માંગી છે. બાકોના નિવેદન બાદ હાર્વર્ડે હવે માફી માંગવાનું બંધ કર્યુ છે. યુનિવર્સિટીએ આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ બાકોએ જાહેરાત કરી હતી યુનિવર્સિટી 100 મિલિયન ડોલરનું દાન અલગ રાખશે.
 • રિપોર્ટમાં ઐતિહાસિક રીતે બ્લેક કોલેજો અને યુનિવર્સિટીઓ (એચબીસીયુ) સાથે ભાગીદારી વધારવાની ભલામણ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ હાર્વર્ડ એચબીસીયુના ફેકલ્ટી મેમ્બર્સને એક ઉનાળો, સેમેસ્ટર અથવા શાળાનું વર્ષ કેમ્બ્રિજ કેમ્પસમાં મુલાકાત માટે બોલાવશે અને હાર્વર્ડના પ્રોફેસરો એચબીસીયુમાં પણ તે પ્રમાણે કરી શકશે.
 • આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે હાર્વર્ડનાં ખર્ચે એચબીસીયુના જુનિયર વિદ્યાર્થીઓને હાર્વર્ડ ખાતે ઉનાળો અથવા એક કે બે સેમેસ્ટર ગાળવા આમંત્રણ આપવામાં આવશે. હાર્વર્ડના જુનિયરો પણ એચબીસીયુમાં જઇ શકતા હતા. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ડુ બોઇસ સ્કોલર્સ તરીકે ઓળખાતા હતા, જેઓ નાગરિક અધિકાર નેતા ડબલ્યુ.ઇ.બી. ડુ બોઇસનો આદર કરતાં હતા. જેઓ 1895માં હાર્વર્ડમાંથી પીએચડી મેળવનાર પ્રથમ આફ્રિકન અમેરિકન બન્યા હતા.
 • હાર્વર્ડ ખાતે રેડક્લિફ ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ સ્ટડીના ડીન ટોમિકો બ્રાઉન-નાગિન કે જે આ રિપોર્ટ રજુ કરનારી કમિટીનાં અધ્યક્ષ હતા, તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં ઘણા લોકો એચબીસીયુ સાથે વધુ કામ કરવાના પ્રસ્તાવથી ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું હતું કે, દેશ ઐતિહાસિક રીતે બ્લેક સ્કુલ્સનું ઋણી છે. બ્રાઉન-નાગિને વધુમાં જણાવ્યું હતું કે, દેશ માટે લાભકારી હોવા છતાં એચબીસીયુને ઓછું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, અને તે પોતે જ ગુલામી અને તેના વારસાનું પ્રતિબિંબ છે.
 • રિપોર્ટમાં એવી પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે યુનિવર્સિટીએ દક્ષિણ અને કેરેબિયન સહિત ગુલામ લોકોના વંશજોના સમુદાયોમાં શૈક્ષણિક અસમાનતાઓને દૂર કરવામાં મદદ કરવા માટે પગલાં ભરે જે શાળાઓ, કમ્યુનિટી કોલેજો, ટ્રાઇબલ કોલેજો અને અન્ય સંસ્થાઓ સાથે કામ કરે.
  હાર્વર્ડે અગાઉ પણ ગુલામી પ્રથાનો સ્વીકાર કર્યો છે. 2016માં યુનિવર્સિટીના પ્રમુખ, ડ્રુ ગિલપીન ફોસ્ટએ જાહેરાત કરી હતી કે હાર્વર્ડ તેના પ્રારંભિક દિવસોથી 1783 સુધી ગુલામી પ્રથામાં સંડોવાયેલી હતી.

Your email address will not be published.