રાજસ્થાનમાં ફરી અનામત આંદોલન, નેશનલ હાઈવે-21 બે દિવસથી જામ, ઈન્ટરનેટ સેવા બંધ

| Updated: June 13, 2022 7:57 pm

રાજસ્થાનમાં ફરી એકવાર આંદોલન શરુ થયું છે. 12 ટકા અનામતની માંગ સાથે માલી,કુશવાહા શાક્ય, મોર્ય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ભરતપુર નેશનલ હાઈવે 21 પર ભારે ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરતપુરના ડિવિઝનલ કમિશનર સાંવરમલ વર્માએ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે.

અનામત સંઘર્ષ સમિતિના સંરક્ષક લક્ષ્મણ સિંહ કુશવાહાએ કહ્યું- સમાજના લોકો બંધારણ અંતર્ગત અનામતની ડિમાન્ડ કરી રહ્યાં છે. બંધારણના આર્ટિકલ 16 (4)માં વ્યવસ્થા આપવામાં આવી છે. તે જાતિ જે અતિ પછાત છે તેને રાજ્ય સરકાર પોતાના સ્તરે અનામત આપી શકે છે. તેનો કેન્દ્ર સાથે કોઈ મતલબ નથી. આજે સમાજમાં ન તો કોઈ IAS અધિકારી છે અને ન RAS છે.

કુશવાહાએ કહ્યું- કાચી સમાજ અતિ પછાત વિસ્તારમાં આવે છે. કાચી સમાજની જનસંખ્યા 12 ટકા છે, તેથી અમે જનસંખ્યાના આધારે અનામત માગી રહ્યાં છીએ. જેને લઈને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે આ અંગે વિચાર કરવામાં આવશે, પરંતુ આજ દિવસ સુધી કોઈ વિચાર નથી કર્યો. જે બાદ મજબૂરીમાં સમાજના લોકોએ ચક્કાજામ કર્યો છે. હજુ સુધી સરકારનો એકપણ પ્રતિનિધિ વાત કરવા માટે અરોદા નથી આવ્યા. તેમને કહ્યું- અમે પ્રશાસનિક સ્તરે વાત નહીં કરીએ.

સ્થિતિને જોતા સોશિયલ મીડિયાની મદદથી જિલ્લાની કાયદા વ્યવસ્થા બગાડવામાં આવી શકે છે. નદબઇ, વૈર ભુસાવર અને ઉચ્ચૈન તાલુકામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. આ ઈન્ટરનેટ 12 જૂન સવારે 11 વાગ્યાથી 14 જૂન સવારે 11 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે.

કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને ડિવિઝનલ કમિશનર સાંવરમલ વર્માએ સરકારને આંદોલનકારીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા માટે અધિકૃત કર્યા છે. મંત્રી વિશ્વેન્દ્ર સિંહે સોમવારે સાંજે તેની જાણકારી આપી છે.

Your email address will not be published.