જાણો, કિશન ભરવાડની દીકરીની તમામ જવાબદારી ઉપાડનાર આ શ્રેષ્ઠ વ્યક્તિ વિશે

| Updated: February 2, 2022 6:03 pm

ગુજરાતના ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની કરાયેલ હત્યાએ છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ નહીં સંતો પણ આ મામલે દુખ વ્યક્ત કરી દાખલારૂપ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. જ્યારે આ ઘટનામાં રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. ત્યારે કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા. પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. એ વેળા સંઘવીની સાથે રહેલા સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજના અગ્રણી વિજય ભરવાડ પણ ભાવુક થઇ ગયા હતાં. ત્યાં તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો આ દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે તેમણે આ બાળકીને ખોળામાં લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવારને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં. સમાજસેવી તરીકે જાણીતા વિજયભાઇની દરિયાદિલી દાખલારૂપ બની છે. સાથે સુરતની પરંપરાને આગળ લઈ જવામાં મોટો ફાળો આજે આપ્યો છે.

દીકરીને જવાબદારી ઉઠાવનાર વિજય ભાઈ ભરવાડ કોણ છે ?

મૂળ ધંધુકાના વતની અને હાલ સુરતમાં સેવાભાવી તરીકે છાપ ધરાવે છે. તેઓ હાલ સુરતની વિવિધ 7 જેટલી સેવાકીય સંસ્થાના ટ્રસ્ટી છે, તેમજ તેઓ ગોકુળ ડેવલોપસના મેનેજીંગ ડિરેકટર છે. ઘણા સમયથી સુરતમાં વસવાટ કરીને બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ તેઓ દક્ષિણ ગુજરાતના ભરવાડ સમાજના પ્રમુખ તરીકેનું પદ પણ સાંભાળે છે. જોકે સાથે સાથે સુરતમાં વિવિધ સેવાકીય કર્યો પણ કરી રહ્યા છે. જ્યારે પણ વિજય ભાઈના મુખથી શબ્દ નીકળે ત્યારે એક અવાજ હોય છે એક વિચાર રૂપી બીજ જ્યારે વટવૃક્ષ બને ત્યારે. જોકે આ વાક્યને સાકાર કરવા માટે દિવસ રાત એક કરીને પોતાના દિવ્યવસાયની સાથો સાથે દરેક ક્ષેત્રે સેવા કરવામાં પણ અનુમાન આપતા રહ્યા છે. ત્યારે કિશન ભરવાડની દીકરીની જવાબદારી પણ પોતે ઉઠાવી છે.

કિશન ભરવાડની દીકરી જવાબદારી ઉઠાવનાર વિજયભાઈ ભરવાડના વિચાર જાણો

મહેનત કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાનું શ્રેષ્ઠતમ થકી ગોકુલ ડેવેલોપર્સનું સ્વપ્ન એ સંપૂર્ણ ઈશ્વરની ભેટની જેમ આકાર પામી, તેની સાથે સાથે મન અને હૃદય સમાજના વંચિતો અને માનવતાલક્ષી કાર્યો કરવા હંમેશા પ્રેરિત થઈ કંઈક સમાજનું ઋણ ચુકવવુંએ વિચારે, 2009માં ઠ્ઠમાલાભાઈ સારાભાઈ ભડિયાદર્રા એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી, બીજરોપણ કર્યું, સાથ, સહકાર અને સમાજપ્રેમ થકી સમાજ દરેક આપત્તિ, મુશ્કેલી કે શિક્ષણ માટે પરિવર્તનના કાર્યક્રમના હર હંમેશ સંપૂર્ણ મદદ કરવા તત્પર હોવ છુ. ભગવાન જે પણ કંઈ નવી સૂઝ સાથે પરોપકારી કાર્ય સોંપે છે તે સંપૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરવા કટીબધ્ધ બનુ છુ. કર્મ જ આપણી સાચી મૂડી છે એ મંત્ર સાથે આગળ વધી રહયો છુ તેમ મારી સેવા કાર્યની ટીમ પણ મોટી બનતી જાય છે એટલે દરેક સેવાના કાર્યોમાં સહકારથી સફળતા પ્રાપ્ત કરું છુ. શૂન્યમાંથી સર્જન કર્યું હોવાથી જરૂરિયાતમંદ લોકોની પીડા સમજી હૃદય સુધી પહોચુ છુ. ટ્રસ્ટના ઘણા કાર્યો થકી સમાજ અને રાષ્ટ્રભૂમીને બનતા સરાહનીય કાર્યોમાં હંમેશા ધ્યેયનિષ્ઠ સાથે આગળ વધી રહયો છું.

સંકટના સમયે સમાજના એક મોભી આગળ આવ્યા

મહત્વની વાત એ છે કે કિશન ભરવાડની હત્યા પછી તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. ઝેરોક્ષની દુકાન ચલાવી કિશીન પોતાના પરિવારનું પેટ ભરતાં કિશનની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ત્યારે સૌના મનમાં એ જ સવાલ હતો કે કિશન ભરવાડની 20 દિવસની દીકરીનું શું થશે? કારણ કે આ માસુમ બાળકીનો શુ વાંક ત્યારે એક દાખલ રૂપ અને આ સંકટના સમયે ભરવાડ સમાજના એક મોભી આગળ આવ્યા અને તેમણે દીકરીની જવાબદારી ઉપાડી દીધી છે. જેમાં વાત કરવામાં આવેતો કિશનની દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી ભરવાડ સમાજના દાનવીર વિજયભાઈ ભરવાડે સ્વીકારી છે.

(અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત)

Post a Comments

1 Comment

  1. Rashik makwana સુરત આફ્રિકા

    સાબાશ આવા વિરલાની જરૂર સે દરેક સમાજ ને ઠાકોર તમને આવી શક્તિ હજુ આપે આવા કાર્ય કરતા જાવ જય માતાજી જય શ્રી ક્રિષ્ના ભાઈ 🙏

Your email address will not be published.