પશ્ચાતવર્તી ટેક્સ કાયદો રદ થશેઃ કેઈર્ન, વોડાફોનને રિફંડ મળવાની શક્યતા

| Updated: August 5, 2021 8:06 pm

કેન્દ્રિય કેબિનેટે 2012ના વિવાદાસ્પદ પશ્ચાતવર્તી ટેક્સ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો સમાપ્ત થવાના કારણે વોડાફોન અને કેઇર્ન સહિતની 15 મોટી કંપનીઓને ફાયદો થવાની શક્યતા છે. આ એક મોટો ટેક્સ સુધારો છે અને તેના કારણે વિદેશી રોકાણકારોનો ભારતમાં ભરોસો વધશે.

જુના કાયદાની જગ્યાએ એક નવો કાયદો આવશે જેથી કેઇર્ન અને વોડાફોને સરકારને જે નાણાં ચુકવ્યા છે તેની સામે તેમને રિફંડ મળી શકશે. આ ઉપરાંત વ્યાજ પણ ચુકવાશે. કંપનીઓએ કેસ પડતા મૂકવાની ખાતરી આપવી પડશે અને તેમણે ગેરંટી આપવી પડશે કે તેઓ કોઈ નુકસાની ક્લેમ નહીં કરી શકે.

કુમાર મંગલમ બિરલાએ એક પત્ર લખીને સરકારને યોગ્ય લાગે તેને ટેલિકોમ કંપની સોંપવા માટે પોતાનો 27 ટકા હિસ્સો ઓફર કર્યો ત્યાર બાદ કંપનીની બજારમૂડીમાં ભારે ઘટાડો થયો હતો. બિરલાએ ગયા સપ્તાહમાં કંપની છોડી હતી.

ગયા સપ્તાહમાં કેઇર્ન અને વોડાફોને રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા જેમાં ભારતનો પરાજય થયો હતો.

Your email address will not be published. Required fields are marked *