સુરતમાં ચીકલીગર ગેંગ અને ગેંગસ્ટર પ્રવીણ રાઉતને પકડનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઈનામની જાહેરાત

| Updated: July 3, 2022 5:56 pm

સુરતમાં તાજેતરમાં જ ચીકલીગર ગેંગ અને ગેંગસ્ટર પ્રવીણ રાઉતને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીને લઈ સરકારે ઈનામ જાહેર કર્યું હતું. ગુજરાત પીલોસની બેવડી સફળતાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધીને બંને ટીમ આપવાની જાહેરાત કરી છે.

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેઓએ સુરતમાં ચીકલીગર ગેંગ તેમજ પ્રવીણ રાઉતની પકડનાર જાબાજ સુરત ક્રાઈમ બ્રાન્ચની બન્ને ટીમને ઈનામ આપવાની જાહેરાત કરી છે. પ્રવીણ રાઉતને પકડનારી ટીમને બે લાખના ઈનામની જાહેરાત કરાઈ છે. તેમજ ચીકલીગર ગેંગને પકડનારી ટીમને એક લાખ ઈનામની જાહેરાત કરી છે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પ્રવીણ રાઉત ગુજરાતના અનેક ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેને પકડવા બદલ અભિનંદન આપું છું. મુખ્યમંત્રીએ મને તેના વિશે માહિતી મેળવવા કહ્યું હતું. હું એવા રાજ્યનો ગૃહમંત્રી છું, જ્યાં પોલીસ જીવન જોખમે કામ કરે છે. હું રાજ્યના નાગરિક તરીકે પણ પોલીસની ટીમને અભિનંદન આપું છું.

ચીકલીગર ગેંગની ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લાખો લોકોએ જોયો. બંને ટીમના ઓપરેશનની માહિતી મેં લીધી છે. બંને ઓપરેશન માટે પોલીસની ટીમે 600 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તો 72 કલાક ઊંઘ્યા વગર કામગીરી કરી હતી. ગુજરાત પોલીસના કારણે ગુજરાત દેશનું શાંતિપ્રિય રાજ્ય બન્યું છે. પોલીસે પોતાને મળેલા તમામ અધિકારોનો ઉપયોગ કરી શહેરમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો છે. તેથી બંને ટીમોને પ્રોત્સાહિત ઈનામ અપાયા છે.

Your email address will not be published.