CNGના ભાવ વધારા સામે અમદાવાદના ઓટો ડ્રાઈવરો 15મી એપ્રિલે હડતાળ પર ઉતરશે

| Updated: April 13, 2022 9:38 pm

પેટ્રોલ ડીઝલના ભાવ સાથે હવે સીએનજીના ભાવમાં વધારાની પ્રક્રિયા ચાલુ છે. સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોએ હડતાળનો નિર્ણય કર્યો છે. અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન દ્વારા 15મી એપ્રિલે અમદાવાદમાં રિક્ષાચાલકોને હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં 2 લાખ રિક્ષાઓ છે, જેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. હડતાલને 11 યુનિયનનું સમર્થન મળ્યું છે.

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, રિક્ષાચાલકોએ માંગણી કરી છે કે સીએનજીના ભાવમાં કરાયેલો જંગી વધારો પાછો ખેંચવામાં આવે, સીએનજીને જીએસટી હેઠળ લાવવામાં આવે, રિક્ષાચાલકોને સીએનજીમાં સરકારી સબસિડી આપવામાં આવે.

તાત્કાલીક રીક્ષાનું ભાડું વધારવું, ચાલકો પર પોલીસનું દમન બંધ કરવું જોઈએ રીક્ષાચાલકોની માંગણીની અવગણના કરી રહ્યા હોવાનો રોષ છે. અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન દ્વારા 15 એપ્રિલે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે અને રિક્ષાચાલકોને સ્વયંભૂ હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

15 એપ્રિલે રિક્ષાચાલકોની હડતાળના એલાનને અત્યાર સુધીમાં 11 રિક્ષા યુનિયનનો ટેકો મળ્યો છે. સીએનજી પ્રાઈસ હાઈક વિરોધી સમિતિ, અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા સંઘ, ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર વર્ક કમિટી, ઓટો રિક્ષા વેલ્ફેર એસોસિએશન અમદાવાદ, અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર સંઘર્ષ સમિતિ, અતુલ શક્તિ રિક્ષા ડ્રાઈવર એસોસિએશન, ગુજરાત સ્ટેટ ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસિએશન, અમદાવાદ એરપોર્ટ પોર્ટ રિક્ષા યુનિયન, અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન (ખોખરા), ઓટો રિક્ષા ડ્રાઈવર સુરક્ષા સમિતિ, મણિનગર રિક્ષા ડ્રાઈવર સંઘ (એક્શન કમિટી) અને અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર સિટી યુનિયન.

Your email address will not be published.