રીમા લાગુ ડેથ એનિવર્સરી: હિન્દી સિનેમાની પ્રેમાળ ઓન-સ્ક્રીન માતા રીમા લાગુની યાદગાર ફિલ્મો

| Updated: May 18, 2022 2:17 pm

રીમા લાગૂએ હિન્દી સિનેમાની પરંપરાગત માતાની છબીને નવી ઓળખ આપી. રીમાએ સૌમ્ય અને પ્રેમાળ માતાની યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. સલમાન ખાન, શાહરૂખ ખાન, સંજય દત્ત, માધુરી દીક્ષિતની ઓનસ્ક્રીન માતાને દર્શકો ક્યારેય નહીં ભૂલે

રીમા લાગુ એક એવી અભિનેત્રી હતી, જેમની તસ્વીર સામે આવતા જ એક શાંત, આરાધ્ય અને સૌમ્ય અભિનેત્રીનો ચહેરો સામે આવે છે. હિન્દી સિનેમાની પ્રેમાળ ઓન-સ્ક્રીન માતા રીમાએ 5 વર્ષ પહેલા આ દુનિયા છોડી દીધી. બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીનું 18 મે 2017 ના રોજ મુંબઈમાં અવસાન થયું. માતાના રોલ માટે પ્રખ્યાત થયેલી રીમાએ પડદા પર માતાની નવી વ્યાખ્યા બનાવી. હિન્દી સિનેમા ઉપરાંત રીમા થિયેટર અને મરાઠી સિનેમાની પણ ઉત્તમ અભિનેત્રી હતી.

90ના દાયકામાં, સલમાન ખાન, શાહરૂખ ખાનની માતા તરીકે રીમા લાગુ, માધુરી દીક્ષિતે હિન્દી ફિલ્મોમાં દર્શકો સામે માતાની નવી તસવીર મૂકી. ફિલ્મો સિવાય રીમા ટીવી સીરિયલ ‘તુ તુ મૈં’ના કારણે ઘર-ઘર ફેમસ થઈ ગઈ હતી.

રીમા લાગુની 5 યાદગાર ફિલ્મો
રીમા લાગુએ હિન્દી સિનેમાની પરંપરાગત માતાની છબીને નવી ઓળખ આપી. રીમાએ સૌમ્ય અને પ્રેમાળ માતાની યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. રીમાની પુણ્યતિથિ નિમિત્તે જાણીએ તેમની 5 શાનદાર ફિલ્મો વિશે

‘મૈને પ્યાર કિયા’
રીમા લાગૂએ ઘણી ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી હતી પરંતુ ખાસ કરીને સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મના ગીતો વાર્તા લાગણીથી ભરપૂર હતા, જેણે તમામ કલાકારો સહિત રીમાના શાનદાર અભિનયથી ફિલ્મ હિટ બની હતી. રીમા મમતાથી ભરપૂર સલમાન ખાનની માતાના રોલમાં જોવા મળી હતી.

‘હમ
આપકે હૈ કૌન’ રીમા લાગૂએ સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં માધુરી દીક્ષિત અને રેણુકાની માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં રીમા, અનુપમ ખેર અને આલોક નાથ પણ હતા.

‘કુછ કુછ હોતા હૈ’
કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ એક યાદગાર ફિલ્મ છે. રીમા લાગૂએ આ ફિલ્મમાં કાજોલની માતાની ભૂમિકા ભજવી હતી જેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો-ગરવો ગઢ ગીરનાર રોપ વેમાં એક મહિનામાં આટલા પ્રવાસીઓ વધ્યા, આવકના આંકડા જોઇ ચોંકી જશો

મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત ‘વાસ્તવ’માં રીમા લાગૂએ સંજય દત્તની માતાની ભૂમિકા ભજવી હતી . એક્શન-ક્રાઈમ ફિલ્મમાં રીમાનો રોલ ઘણો પડકારજનક હતો. મજબૂત ઇરાદા સાથે મજબૂત માતાની ભૂમિકામાં, રીમા તેના પોતાના પુત્રને ગોળી મારી દે છે જે ગેંગસ્ટર બની ગયો છે.

Your email address will not be published.