રિવરફ્રન્ટ વોક વે બન્યો સ્યૂસાઈડ પોઈન્ટ, એક વર્ષમાં 32 મહિલા અને 120 પુરુષોએ કરી આત્મહત્યા

| Updated: April 12, 2022 2:54 pm

અમદાવાદ સાબરમતી નદીમાં એક વર્ષમાં 153 લોકોએ રિવરફ્રન્ટના વોક વે પરથી ઝંપલાવી આપઘાત કર્યો છે. જો કે, છેલ્લા ડિસેમ્બર મહિનામાં જ 12 લોકોએ પાણીમાં કુદી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. હાલ સાબરમતી નદી પર આવેલા તમામ પુલ પર પ્રોટેક્શન વોલ બનાવી દેવામાં આવી છે. જેથી હવે લોકો રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ વોક વે પરથી આપઘાત કરે છે. આ 153 લોકોમાં 32 મહિલા અને 120 પુરુષો છે.

અમદાવાદ સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યાના કિસ્સામાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આપઘાત કરતા લોકોને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ બ્રિજ પર લોખંડની જાળીથી પ્રોટેક્શન દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. જો કે, બ્રિજ પર લોંખડની જાળીની દિવાલ ઉભી કરી દેતા હવે લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ વોક વે પરથી આપઘાત કરી રહ્યા છે. આત્મહત્યાના કિસ્સામાં મોટી ઉંમરના લોકો બીમારીથી કંટાળી, એકલવાયું જીવન, ઘરના લોકોથી ત્રાસ કારણ હોય છે. જ્યારે મહિલાઓમાં ઘરના અને સાસરિયાંના ત્રાસ તેમજ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય છે ઉપરાંત યુવાનોમાં બેરોજગારી પણ આત્મહત્યા માટે કારણ બને છે.

ફાયર બ્રિગેડની રેસ્ક્યું ટીમના જણાવ્યા પ્રમાણે, આંબેડકર બ્રિજથી એલિસબ્રિજના પટ્ટામાં મહત્તમ લોકો નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યા હોવાના કિસ્સાઓ વધારે હોય છે. શહેરના તમામ બ્રિજ પર તંત્ર દ્વારા પ્રોટેક્શન દિવાલ ઉભી કરી દીધી છે જેના કારણે હવે લોકો બ્રિજ પરથી આત્મહત્યા નથી કરતા પરતું રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ વોક વે પરથી લોકો આપઘાત કરે છે.

ફાયર બ્રિગેડમાં ફરજ બજવતા ભરત મંગેલાએ છેલ્લા સાતેક વર્ષમાં 300 થી વધારે લોકોને બચાવ્યા છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2014 પહેલા જ્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નદીમાં પડી ડૂબવાની ઘટનાઓ સૌથી વધારે બનતી હતી. જેથી રિવરફ્રન્ટ પર રેસ્ક્યુ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી.

Your email address will not be published.