બે PMનો રોડ શો : અમદાવાદમાં થોડીવારમાં થશે PM મોદી અને મોરેશિયસના PMનો રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટયા

| Updated: April 19, 2022 7:11 pm

અમદાવાદમાં થોડીવારમાં થશે PM મોદી અને મોરેશિયસના PMનો રોડ શો.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિન(GCTM)નો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હવે જામનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અમદાવાદ ખાતે અલગ અલગ સમયે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6:40 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યારે પ્રવિંદ જુગનાથ 7.20 વાગ્યે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો વહેલો નીકળી એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલતાં ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ ગાંધીનગર જવા નીકળશે. બંને વડાપ્રધાન અલગ અલગ રોડ શો કરતા કરતા જશે.

બંને દેશના વડા પ્રધાનને એરપોર્ટથી તાજ સર્કલ, હાંસોલ અને ઈન્દિરા બ્રિજ સુધી લોકો માનવ સાંકળ રચી આવકારશે તેમજ તેમનું સ્વાગત કરવામાં આવશે. આ ભવ્ય રોડ શોને લઈને રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પ્રસંગે મોદીના ચાહકો દ્વારા ભાજપના ઝંડા હાથમાં રાખી, ટોપી અને ખેંસ પહેરી સ્વાગત કરશે. બંને વડાપ્રધાન રોડ શો દરમિયાન ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો નિહાળશે.

બંને વડા પ્રધાનના રોડ શોના કાર્યક્રમને પગલે આજે બપોરે 3 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવાર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહન ચાલકો આ દરમિયાન વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.આ સમય દરમિયાન ડફનાળા ચાર રસ્તાથી વિઠ્ઠલનગર થઇ મેઘાણી નગર ચાર રસ્તા થઇને રામેશ્વર ચાર રસ્તા થઈ મેસ્કો ચાર રસ્તા થઈ નરોડા પાટીયા સર્કલ થઈ ગેલેક્ષી થઈ નોબલનગર ટી તરફના રસ્તાનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શક્શે.

આ સિવાય વાહન ચાલકો નોબલનગર ટી થઇ નાના ચિલોડા ગામ થઇ નાના ચિલોડા રીંગરોડ સર્કલ થઇ એસ.પી.રીંગ રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.

Your email address will not be published.