મોનિંગ વોક કરવા નિકળેલા નિકોલના આસિ.સબ ઇન્સ્પેકટરના ગળામાંથી ચેઇનની લૂંટ

| Updated: April 21, 2022 8:49 pm

નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસટન્ટ સબ ઇન્સ્પેક્ટર વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે નિકળ્યા હતા. આ સમયે બાઇક પર આવેલા બે લૂંટારુ તેમની સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. આમ શહેરમાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય લોકોની વાત કરવી જ મુશ્કેલ છે. ચેઇન સ્નેચરો બેફામ બની ગયા છે પોલીસ પકડે છે પરંતુ મુદ્દામાલ પકડી શકતા નથી અને આરોપીઓ સામે સરળ કલમ લગાવવામાં આવતી હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળ્યું છે. આ અંગે અમરાઈવાડી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

રખિયાલ સુખરામનગર નજકી આવેલા સંત વિનોબાભાવેનગરમાં મનુભાઇ પરમાર પરિવાર સાથે રહે છે અને નિકોલ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. 20 એપ્રિલના રોજ સવારે છ વાગ્યા આસપાસ તેઓ ઘરેથી નીકળી ન્યુ કોટન મિલ તરફ ચાલવા નિકળયા હતા. તેઓ ચાચાનગર ખાતે પહોચ્યા ત્યારે તેમની પાસે બાઇક પર સવાર બે શખ્સો આવ્યા હતા અને તેમના ગળા નજીક હાથ નાંખી 1.25 લાખની કિંમતનો સોનાનો દોરો તોડી ભાગી ગયા હતા.

મનુભાઇ બુમો પાડી પરંતુ સવારના છ વાગ્યાની આસપાસની ઘટના હોવાથી લોકોની સંખ્યા ઓછી હતી અને લૂંટારુ ચેઇન લૂંટીને ભાગવામાં સફળ રહ્યા હતા. તેઓએ દોડીને લૂંટ કરનાર બાઇક ચાલકોનો પીછો પણ કર્યો હતો પરંતુ તેમને પકડવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ અંગે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો હતો.

Your email address will not be published.