સુરતના મહિધરપુરા હીરા બજારમાં સાડા ચાર લાખ રોકડ ભરેલી બેગની લૂંટ

| Updated: May 19, 2022 3:33 pm

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ધોળે દિવસ લૂંટ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કર્મચારી એક વેપારીને 4 લાખ વધુ રૂપિયા આપવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન 5 જેટલા લૂંટારુએ તેને આંતરીને પૈસા ભરેલ બેગ આંચકીને ફરાર થઇ ગયા હતા. જોકે લૂંટ કરનારા પાંચેય ઈસમો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.

સુરતમાં લૂંટારુંને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ધોળે દીવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બનાવ એમ હતો કે ફરિયાદીના શેઠ દ્વારા ફરિયાદીને બુધવારના રોજ 4 લાખ 65 હજાર રૂપિયા ક્રિષ્ના બોલર્ડિંગના વેપારીને આપવા મોકલ્યા હતા. તે દરમિયાન ફરિયાદી પૈસા ભરેલી બેગ લઈને હીરા બજાર જતા ખાડી મેઈન રોડ પરથી પસાર થાઈ રહ્યો હતો.

ત્યારે પાંચ જેટલા લૂંટારું એ ફરિયાદીને ટાર્ગેટ કર્યો હતો અને બાદમાં ફરિયાદીને આતરી લઈને અવનવા કસમ અજમાવીને ફરિયાદીની નજર અંદાજ કરીને હાથમાં રહેલ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.જોકે લૂંટ કર્યા બાદ પાંચેય આરોપી હીરા બજારમાંથી પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ તો મહિધરપુરા પોલીસ ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.