Site icon Vibes Of India

રફ હીરાના ભાવ તળિયે પહોંચતા હીરાની લે લેચ પર બ્રેક વાગી

રફ હીરાના ભાવ તળિયે પહોંચતા હીરાની લે લેચ પર બ્રેક વાગી

રફ હીરાના ભાવ તળિયે પહોંચતા હીરાની લે લેચ પર બ્રેક વાગી

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે રફ હીરાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેને પગલે તેજીનું મોજું ફરી વળ્યું હતું પરંતુ જે રીતે રફ હીરાના ભાવમાં ઉછાળો આવ્યો હતો તે જ રીતે છેલ્લા 15 દિવસથી રફ હીરાના ભાવ તળિયે પહોંચતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

સુરત શહેર ડાયમંડ નગરી કહેવાય છે. દેશ વિદેશમાં સુરતનું હીરા ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસરનું સ્થાન છે, જ્યારે હીરાના ભાવમાં ચમક આવે ત્યારે મોટી સંખ્યામાં વેપારી ઉત્સાહ જોવા મળતો હતો છે, પરંતુ જ્યારે મંદી જેવો માહોલ ઉભો થાય ત્યારે વેપારીઓમાં નારાજગી જોવા મળતી હોય છે. આજથી 3 મહિના પહેલા જ્યારે રફ હીરાના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હતો.ત્યારે મોટી સંખ્યામાં કેટલાક વેપારીઓએ રફ હીરાનો સ્ટોક પણ કરી લીધો હતો. એ સમય દરમિયાન જે ગતિએ રફ હીરાના ભાવમાં વધારો હતો તેને પગલે વેપારીઓની સ્થિતિ પણ મુંજવણમાં હતી પરંતુ બાદમાં છેલ્લા 15 દિવસમાં ભાવ નીચે આવતા વેપારીઓએ એક તરફ રાહત અનુભવી છે પણ બીજી તરફ હીરાની લે વેચ કરનાર વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણકે માર્કેટમાં હીરાની ખરીદીના ભાવ કરતા 30 થી 35 ટકા નીચા ભાવ હોવાથી લે વેચના માર્કેટમાં જાણે બ્રેક લાગી ગઈ હોય તેવો માહોલ ઉભો થયો છે.

જેમ્સ એન્ડ જવેલરીના રિજયોનલ સેક્રેટરી દિનેશ નાવડીયા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાની અંદર જે રીતે રફ હીરાના ભાવમાં તીવ્રગતીએ ઉછાળો આવ્યો હતો જેમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું પરંતુ છેલ્લા 15 દિવસમાં રફના ભાવ નીચે આવી જતા વેપારીઓને થોડીક તરફ રાહત મળી છે. ત્યા

રફ હીરાના વેપારી હિતેશ ગેલાણીએ વાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે હીરા બજારમાં જે રીતે ફૂલ સ્પીડમાં ગાડી ચાલતી હતી એ જ રીતે આજે શોર્ટ બ્રેક લાગી ગઈ છે. વધુમાં કહ્યું હતું હાલમાં હીરા બજારમાં છેલ્લા 15 દિવસથી રફ હીરાના ભાવમાં ઘટાડા ને પગલે માર્કેટ ડાઉન્ડ થઈ ગયું છે. જેને પગલે વેપારીઓ લે વેચ કરવા માટે મુંઝવણમાં મુકાઈ ગયા છે જેને કારણે 15 દિવસથી બજારમાં હીરાની લે વેચ એકદમ ઠપ થઈ ગઈ હતી.જેનું મુખ્ય કારણ છે ઉછાળા વખતે ઊંચા ભાવમાં ખરીદેલા હીરા આજે 30 થી 35 ટકા નુકશાન સાથે વેચાઈ રહ્યા છે. જેને પગલે વેપારીઓ એ લે વેચ પર જાણે બ્રેક મારી દીધી છે.

(અહેવાલ: મયુર મિસ્ત્રી)